અમદાવાદ: ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં ટ્રમ્પે માન્યો PM મોદીનો આભાર

અટલ સમાચાર,ડેસ્ક અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ તેમની સાથે હાજર હતા. સાબરમતી આશ્રમથી વિદાય લેતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે આશ્રમની વિઝિટર બૂકમાં સંદેશ લખીને પીએમ મોદીનો આભાર માન્યો હતો. સાબરમતી આશ્રમની વિઝિટર બૂકમાં ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે, “મારા પરમ મિત્ર પ્રાઇમ મિનિસ્ટ મોદી, આ અદભૂત
 
અમદાવાદ: ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં ટ્રમ્પે માન્યો PM મોદીનો આભાર

અટલ સમાચાર,ડેસ્ક

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ તેમની સાથે હાજર હતા. સાબરમતી આશ્રમથી વિદાય લેતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે આશ્રમની વિઝિટર બૂકમાં સંદેશ લખીને પીએમ મોદીનો આભાર માન્યો હતો. સાબરમતી આશ્રમની વિઝિટર બૂકમાં ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે, “મારા પરમ મિત્ર પ્રાઇમ મિનિસ્ટ મોદી, આ અદભૂત મુલાકાત બદલ તમારો આભાર.”

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ: ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં ટ્રમ્પે માન્યો PM મોદીનો આભાર

આશ્રમની મુલાકાત દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધીજીની તસવીરને સુતરની આંટી ચઢાવી હતી. એટલું જ નહીં આ પ્રસંગે ડોનાલ્ડ ટ્રમ્પે ચરખા પર પણ હાથ અજમાવ્યો હતો. આશ્રમની મુલાકાત દરમિયાન પીએમ મોદી યુએસ પ્રમુખ અને ફર્સ્ટ લેડી મેલાનિયા માટે ગાઈડ બન્યા હતા. ટ્રમ્પ ઉપરાંત તેમના દીકરી ઇવાન્કા ટ્રમ્પે પણ આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમ ખાતે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીએ ગાંધીજીના ત્રણ વાંદરાઓની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ ગાંધીજીના ત્રણેય વાંદરાઓ શું સંદેશ આપે છે તેના વિશે પ્રમુખ ટ્રમ્પને માહિતી આપી હતી.