અમદાવાદ: આવતીકાલે PM મોદી ઝાયડસ કેડિલાના પ્લાન્ટની મુલાકાત લેશે

અટલ સમાચાર, ડેસ્ક હાલ કોરોના સામે લડવા માટે દેશમાં અલગ અલગ જગ્યાએ વેક્સીન નિર્માણનું કામ ચાલી રહ્યું છે. અમદાવાદ ખાતે ઝાયડસ દ્વારા પણ કોરોનાની વેક્સીન બનાવવામાં આવી રહી છે. પીએમ મોદી વેક્સીનના નિર્માણની કાર્યવાહીનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ આવી રહ્યા છે. અમદાવાદથી તેઓ ચાંગોદર ખાતે આવેલા ઝાયડસના પ્લાન્ટની પણ મુલાકાત લેશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
અમદાવાદ: આવતીકાલે PM મોદી ઝાયડસ કેડિલાના પ્લાન્ટની મુલાકાત લેશે

અટલ સમાચાર, ડેસ્ક

હાલ કોરોના સામે લડવા માટે દેશમાં અલગ અલગ જગ્યાએ વેક્સીન નિર્માણનું કામ ચાલી રહ્યું છે. અમદાવાદ ખાતે ઝાયડસ દ્વારા પણ કોરોનાની વેક્સીન બનાવવામાં આવી રહી છે. પીએમ મોદી વેક્સીનના નિર્માણની કાર્યવાહીનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ આવી રહ્યા છે. અમદાવાદથી તેઓ ચાંગોદર ખાતે આવેલા ઝાયડસના પ્લાન્ટની પણ મુલાકાત લેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પીએમ મોદી શનિવારે સવારે નવ વાગ્યે વિશેષ વિમાન મારફતે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જે બાદમાં અહીંથી જ તેઓ એક વિશેષ હેલિકોપ્ટરમાં ચાંગોદર ખાતે આવેલા ઝાયડસના પ્લાન્ટ ખાતે જશે. અહીં તેઓ કોરોનાની બનાવવામાં આવી રહેલી વેક્સીન અંગે માહિતી મેળવશે તેમજ પ્લાન્ટનું નિરીક્ષણ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અહીંથી જ રસી અંગે કોઈ મોટી જાહેરાત પણ કરી શકે છે.

વડાપ્રધાનની મુલાકાતને પગલે ઝાયડસ કંપની ખાતે આવેલા ગ્રાઉન્ડમાં તાત્કાલિક હેલિપેડ બનાવવામાં આવી રહ્યું છે. સવારથી જ હેલિપેડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ઝાયડસ ખાતે પીએમ આવવાના હોવાથી સુરક્ષાની ચકાસણી માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઝાયડસના પ્લાન્ટ ખાતે પહોંચી ગયા છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.