અમદાવાદ: લોકડાઉનમાં પ્રેમિકાને મળવા પેંતરો રચ્યો, પોલીસે કરી પ્રેમીની ધરપકડ

અટલ સમાચાર,ડેસ્ક એક બાજુ ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનના પગલે લોકો બહારગામ જવા નવા પેંતરા શોધતા હોય છે. ત્યારે શહેરના યુવકે પ્રેમિકાને મળવા જવા પોલીસને ગેરમાર્ગે દોરતાં ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. ડેપ્યુટી કલેકટરને શંકા જતા પ્રેમીનો ભાંડો ફૂટ્યો છે અને પોલીસે મુંબઈથી
 
અમદાવાદ: લોકડાઉનમાં પ્રેમિકાને મળવા પેંતરો રચ્યો, પોલીસે કરી પ્રેમીની ધરપકડ

અટલ સમાચાર,ડેસ્ક

એક બાજુ ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનના પગલે લોકો બહારગામ જવા નવા પેંતરા શોધતા હોય છે. ત્યારે શહેરના યુવકે પ્રેમિકાને મળવા જવા પોલીસને ગેરમાર્ગે દોરતાં ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. ડેપ્યુટી કલેકટરને શંકા જતા પ્રેમીનો ભાંડો ફૂટ્યો છે અને પોલીસે મુંબઈથી આરોપીની ધરપકડ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં પ્રેમિકા માટે પ્રેમીએ ડેપ્યુટી કલેકટરને ગેરમાર્ગે દોર્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઇને ડેપ્યુટી કલેકટરને ગેરમાર્ગે દોર્યા હોવાને લઇને ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઇને નડિયાદના યુવકની પોલીસે ધરપકડ કરી છે. નડિયાદમાં રહેતા યુવકે પ્રેમિકાના પિતાની તબિયત ખરાબ હોવાથી રૂઆબ જમાવવા તરકટ રચ્યું હતું. મહારાષ્ટ્ર CMOમાંથી ફોન કરવાનું બહાનું કાઢીને પાસ બનાવ્યા હતા. મુંબઇથી મેડિકલ દવાઓ મોકલવાનું કહી પ્રેમિકાને ઇમ્પ્રેસ કરી હતી.