અમદાવાદઃ ટ્રાફિકમાં ફરજ બજાવતાં પોલીસકર્મીઓ મોબાઈલ વાપરવાં પર પ્રતિબંધ

અટલ સમાચાર, ડેસ્ક ટ્રાફિક વિભાગના DCPએ એક પરિપત્ર જાહેર કરીને ટ્રાફિક પોલીસને પણ આડે હાથ લઈ લીધા છે. હવે ઓન ડ્યુટી ટ્રાફિક પોલીસ પણ મોબાઈલ નહીં વાપરી શકે. એટલુ જ નહીં પરંતુ જો વાપરતા પકડાશે તો પણ દંડ ફટકારાશે. ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દ્વારા પોલીસકર્મીઓ માટે એક પરિપત્ર જાહેર કરાયો છે. ઓન ડ્યુટી
 
અમદાવાદઃ ટ્રાફિકમાં ફરજ બજાવતાં પોલીસકર્મીઓ મોબાઈલ વાપરવાં પર પ્રતિબંધ

અટલ સમાચાર, ડેસ્ક

ટ્રાફિક વિભાગના DCPએ એક પરિપત્ર જાહેર કરીને ટ્રાફિક પોલીસને પણ આડે હાથ લઈ લીધા છે. હવે ઓન ડ્યુટી ટ્રાફિક પોલીસ પણ મોબાઈલ નહીં વાપરી શકે. એટલુ જ નહીં પરંતુ જો વાપરતા પકડાશે તો પણ દંડ ફટકારાશે.

ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દ્વારા પોલીસકર્મીઓ માટે એક પરિપત્ર જાહેર કરાયો છે. ઓન ડ્યુટી પોલીસકર્મીઓને મોબાઈલનો ઉપયોગ ન કરવાનો પરિપત્ર જાહેર કરાયો છે. સામાન્ય રીતે જાહેર જનતાને દંડતી પોલીસ છટકી જતી હોય છે પણ આ વખતે તંત્રએ પોલીસ કર્મીઓ ઉપર પર પૂરતી વોચ ગોઠવી છે.

આ પરિપત્ર જાહેર કરીને કોન્સ્ટેબલ, મહિલા કોન્સ્ટેબલ, TRB જવાન અને હોમગાર્ડને સૂચના આપવામાં આવી છે. ત્યારે હવે પોલીસકર્મી ઓન ડ્યુટી મોબાઈલ સાથે ઝડપાશે તો કાર્યવાહી કરાશે. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હોવા છતા પોલીસકર્મીઓ મોબાઈલ પર વ્યસ્ત જોવા મળે છે. ત્યારે ટ્રાફિકની સમસ્યાને જોઈને DCP દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે.