અમદાવાદ: લોકડાઉનમાં ફરજ બજાવતી પોલીસ પર લોકોએ પથ્થરમારો કર્યો

અટલ સમાચાર, ડેસ્ક લોકડાઉન વચ્ચે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે સતત લોકો ઘર્ષણમાં ઉતરી રહ્યાં છે. આવામાં લોકડાઉન વચ્ચે અમદાવાદમા પોલીસ પર પથ્થરમારાનો બનાવ બન્યો છે. પોલીસની ટીમ ગોમતીપુરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે આ ઘટના બની છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો હાલ રાજ્યભરની ટીમ સીસીટીવી કેમેરા અને ડ્રોન
 
અમદાવાદ: લોકડાઉનમાં ફરજ બજાવતી પોલીસ પર લોકોએ પથ્થરમારો કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

લોકડાઉન વચ્ચે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે સતત લોકો ઘર્ષણમાં ઉતરી રહ્યાં છે. આવામાં લોકડાઉન વચ્ચે અમદાવાદમા પોલીસ પર પથ્થરમારાનો બનાવ બન્યો છે. પોલીસની ટીમ ગોમતીપુરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે આ ઘટના બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાલ રાજ્યભરની ટીમ સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સતત મોનિટરીંગ કરી રહી છે કે, કોઈ લોકડાઉનનું ભંગ તો નથી કરી રહ્યું. આવામાં ગોમતીપુર વિસ્તારમા સીસીટીવી સર્વેલન્સમા ખ્યાલ આવ્યો કે લોકોના ટોળા ભેગા થયા છે. આવો મેસેજ ગોમતીપુર પોલીસને મળ્યો હતો. જેના આધારે ગોમતીપુર પોલીસની એક ટીમ ટોળા વિખેરવા ત્યાં પહોંચી હતી. ત્યારે પોલીસ દ્વારા 4 લોકોની અટકાયત કરતા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામા એક કોન્સ્ટેબલને ફ્રેક્ચર થયું છે. આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા. સમગ્ર વિસ્તારમાં કડક પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે.

દિલ્હીના નિઝામુદ્દીન મરકજમાં અમદાવાદના કેટલાક લોકોએ હાજરી આપી હોવાનું ખૂલ્યું છે. ગુજરાતમાં ATS દ્વારા ટેકનિકલ ટીમની મદદના આધારે શોધખોળ ચાલી રહી છે. હાલ ગુજરાતમાં કુલ 30 લોકોની ઓળખ કરાઈ છે. તમામ લોકો દિલ્હીના મરકજથી ધાર્મિક પ્રચાર માટે અમદાવાદમાં રોકાયા હતા. આ તમામ લોકોને નજરકેદ કરાયા છે. 29 વ્યક્તિઓ અમદાવાદના દરિયાપુરની અલગ અલગ જગ્યાએ રોકાયા હતા. 11 માર્ચ અને 15 માર્ચ ના દિવસે તેઓ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રોકાયા હતા. તપાસ બાદ વધુ લોકો સંપર્કમાં આવ્યાની પણ તંત્રને આશંકા છે.