અમદાવાદઃ સેનેટાઈઝર, સરસો તેલની આડમાં દારૂ ભરેલી ટ્રક સાથે 3 ઝડપાયા

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત રાજ્યના dgp દ્વારા દારૂને લઈ કડક સૂચના આપવામાં આવી છે અને તમામ જિલ્લાઓ માં અને શહેરોમાં દારૂનો જથ્થો પકડવા સૂચના આપવામાં આવ્યું છે. તેના ભાગ રૂપે અમદાવાદના જિલ્લા પોલીસે મોટી માત્રામાં દારૂ પકડી પાડ્યો છે. ગ્રામ્ય lcbએ અસલાલી પાસેથી ટ્રકમાં લઈ જવાતો દારૂનો જથ્થો પકડીને કાર્યવાહી કરી છે. ગ્રામ્ય lcbના પીઆઈ
 
અમદાવાદઃ સેનેટાઈઝર, સરસો તેલની આડમાં દારૂ ભરેલી ટ્રક સાથે 3 ઝડપાયા

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત રાજ્યના dgp દ્વારા દારૂને લઈ કડક સૂચના આપવામાં આવી છે અને તમામ જિલ્લાઓ માં અને શહેરોમાં દારૂનો જથ્થો પકડવા સૂચના આપવામાં આવ્યું છે. તેના ભાગ રૂપે અમદાવાદના જિલ્લા પોલીસે મોટી માત્રામાં દારૂ પકડી પાડ્યો છે. ગ્રામ્ય lcbએ અસલાલી પાસેથી ટ્રકમાં લઈ જવાતો દારૂનો જથ્થો પકડીને કાર્યવાહી કરી છે. ગ્રામ્ય lcbના પીઆઈ આર. જી.ખાંટ અને તેમની ટીમ ને માહિતી મળી હતી. કે એસ.પી.રિંગ રોડ અસલાલી પાસે પંજાબની ટ્રક માં દારૂ જવાનું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેથી ગ્રામ્ય sp વીરેન્દ્ર યાદવની સૂચના પ્રમાણે તમામ લોકો વોચમાં હતા અને ટ્રકને રોકી તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે ટ્રક માં પેહલા તો સેનેટાઈઝર,સરસો તેલ અને ફ્લોર કિલીનર મળી આવ્યું હતું. પરંતુ વધુ તપાસ કરતા અંદરથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. અને કુલ 27 લાખ રૂપિયાના દારૂ સાથે 67 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે દારૂ સાથે પરમજીત સિંઘ શીખ, બલજીત સિંઘ શીખ અને જગતાર સિંઘ શીખ આમ કુલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. lcbનું કેહવું છે કે હવે અમે એ તપાસ કરી રહ્યાં છે કે આ દારૂ પંજાબથી કોને મોકલી આપેલ છે અને આ દારૂ કોને ત્યાં સપ્લાય કરવાના છે. હાલ તો ત્રણેય આરોપીઓ ની પૂછપરછ કરવામાં આવી રહી છે.