અમદાવાદ: સોસાયટીનાં રહીશોએ કોરોના સામે લડવા CM ફંડમાં 2 લાખનું દાન કર્યું

અટલ સમાચાર,ડેસ્ક રાજ્ય અને દેશનાં મોટા મોટા લોકો કોરોના વાયરસનાં કેર સામે સરકારની મદદે આવ્યા છે. સેલેબ્સથી માંડીને સામાન્ય માણસ પણ ગુજરાત અને કેન્દ્ર સરકારને પોતાનાથી બનતો ફાળો આપીને વિકટ પરિસ્થિતિમાં મદદ કરી રહ્યાં છે. અમદાવાદનાં વસ્ત્રાપુરમાં આવેલી સંગઢન સોસાયટીએ આવું ભગીરથ કામ કર્યું છે. તેમણે ભેગા મળીને બે લાખ અને એક હજાર રૂપિયાનું દાન
 
અમદાવાદ: સોસાયટીનાં રહીશોએ કોરોના સામે લડવા CM ફંડમાં 2 લાખનું દાન કર્યું

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્ય અને દેશનાં મોટા મોટા લોકો કોરોના વાયરસનાં કેર સામે સરકારની મદદે આવ્યા છે. સેલેબ્સથી માંડીને સામાન્ય માણસ પણ ગુજરાત અને કેન્દ્ર સરકારને પોતાનાથી બનતો ફાળો આપીને વિકટ પરિસ્થિતિમાં મદદ કરી રહ્યાં છે. અમદાવાદનાં વસ્ત્રાપુરમાં આવેલી સંગઢન સોસાયટીએ આવું ભગીરથ કામ કર્યું છે. તેમણે ભેગા મળીને બે લાખ અને એક હજાર રૂપિયાનું દાન કર્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સંગઠન સોસાયટીનાં લોકોએ જણાવ્યું કે, કોરોનાના વિકટ સમયમાં સરકારને સહયોગ આપવો અમારી ફરજ છે. કોરોનાની મહામારીમાં લોકો સુધી મદદ પહોંચી રહે તથા મેડીકલમાં પણ મદદ મળી રહે તે માટે સીએમ રીલિઝ ફંડમાં મદદ આપવાનું નક્કી કર્યું છે. સોસાયટીનાં લોકોએ જણાવ્યું કે, સોસાયટીનાં 40 મકાનો પૈકી રૂપિયા એકત્ર કરવામાં આવ્યા અને તે રકમ 2 લાખને પણ વટાવી ગઈ. સોસાયટી એકત્ર કરેલ 2 લાખ 1 હજાર નું ફંડ મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપ્યું છે જેનાથી અમે કંઇક સારૂં કર્યાની લાગણી થઇ છે.