અમદાવાદ: રખડતા ઢોર પર અંકુશ માટે તૈયાર કરાયું ખાસ સૉફ્ટવેર

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાઓ પર રખડતા ઢોરથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં રખડતા ઢોર ઉપર અંકુશ લાવવા માટે ઢોર અંકુશ વિભાગ દ્વારા એક સૉફ્ટવેર તૈયાર કરાયું છે. રખડતા ઢોર પર અંકુશ લગાવવા પર પહેલા જ આવા પ્રાણીઓને આર.એફ ચીપ લગાવવામાં આવી છે. હવે આ સૉફ્ટવેરની મદદથી આર.એફ.ચીપને સ્થળ પર
 
અમદાવાદ: રખડતા ઢોર પર અંકુશ માટે તૈયાર કરાયું ખાસ સૉફ્ટવેર

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાઓ પર રખડતા ઢોરથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં રખડતા ઢોર ઉપર અંકુશ લાવવા માટે ઢોર અંકુશ વિભાગ દ્વારા એક સૉફ્ટવેર તૈયાર કરાયું છે. રખડતા ઢોર પર અંકુશ લગાવવા પર પહેલા જ આવા પ્રાણીઓને આર.એફ ચીપ લગાવવામાં આવી છે. હવે આ સૉફ્ટવેરની મદદથી આર.એફ.ચીપને સ્થળ પર સ્કેન કરી રખડતા ઢોરનો મલિક કોણ છે તેનો ડેટા સ્થળ પર જ મળી જશે. જે બાદમાં સ્થળ પર જ દંડ વસૂલ કરીને નોટિસ પણ આપવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ શહેરમાં તમામ ઝોનમાં માલધારી વસાહત વિસ્તારમાં રખડતા ઢોર વધુ જોવા મળી રહ્યા છે. જેમ કે પશ્ચિમ અમદાવાદ ઘાટલોડિયા, ચાણક્યપુરી વિસ્તારમાં રખડતા ઢોર જોવા મળે છે. જાન્યુઆરી મહિનાથી લઈને અત્યાર સુધીમાં લૉકડાઉનનો સમય બાદ કરતા 5,500 રખડતા ઢોર પકડવામાં આવ્યાં છે. માલિકો તરફથી તેમના પશુઓને છોડી મૂકવામાં આવે છે જે બાદમાં પશુઓ રોડ રસ્તા પર બેસી રહે છે. આ કારણે વાહન ચાલકોને મુશ્કેલી થાય છે. એટલું જ નહીં રખડતા ઢોર ગમે ત્યારે રસ્તા પર આવી ચઢતા હોવાથી અકસ્માત પણ થાય છે. અનેક કેસમાં વાહન ચાલકને ગંભીર ઈજા પહોંચે છે. સાથે સાથે વાહનને પણ નુકસાન થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર અંકુશ વિભાગને મહિને રખડતા ઢોરને પકડવા માટે 25થી 30 લાખ રૂપિયાનો સુધીનો ખર્ચ કરવો પડતો હોય છે. ટીમ તરફથી દર મહિને ઢોર પકડવામાં આવે અને દંડ પણ લેવામાં આવે છે પરંતુ માલિકો પોતાના ઢોરને છોડાવીને લઈ જાય છે. બીજા દિવસે ફરીથી હાલત જેવી હતી તેવી જ થઈ જાય છે. એટલે કે ફરીથી ઢોરને રસ્તા પર મૂકી દેવામાં આવે છે. આથી હવે કાર્યવાહી ઉપરાંત ઢોર માલિકો પણ સમજે તે જરૂરી છે.