અમદાવાદઃ પોલીસ લોકઅપમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત કરતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક કાગદાપીઠ પોલીસસ્ટેશનના પીઆઇ યુ ડી જાડેજાએ જણાવ્યું કે જીગરે તેનો જન્મ વર્ષ 2001 માં થયો હોવાનું જણાવ્યું છે. અને પરિવારે 17 વર્ષ જણાવ્યું છે. હજુ પરિવારે કોઈ જન્મ દાખલો આપ્યો નથી એટલે અમે 19 વર્ષ ઉંમર માનીને બેદરકાર પોલીસકર્મીઓ સામે પગલાં લઈશું. જીગર સામે અરજી હોવાથી સ્ટેશનદાયરીમાં એન્ટ્રી કરીને જ એને અટકાયત
 
અમદાવાદઃ પોલીસ લોકઅપમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત કરતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

કાગદાપીઠ પોલીસસ્ટેશનના પીઆઇ યુ ડી જાડેજાએ જણાવ્યું કે જીગરે તેનો જન્મ વર્ષ 2001 માં થયો હોવાનું જણાવ્યું છે. અને પરિવારે 17 વર્ષ જણાવ્યું છે. હજુ પરિવારે કોઈ જન્મ દાખલો આપ્યો નથી એટલે અમે 19 વર્ષ ઉંમર માનીને બેદરકાર પોલીસકર્મીઓ સામે પગલાં લઈશું. જીગર સામે અરજી હોવાથી સ્ટેશનદાયરીમાં એન્ટ્રી કરીને જ એને અટકાયત બાદ લોકઅપ માં રાખ્યો હતો.

જીગર નામનો યુવક હીરાભાઈની ચાલીમાં રહેતો હતો. તેના વિરુદ્ધ તેના પડોશીએ બોલાચાલી કરી હોવાની અરજી કાગડાપીઠ પોલીસને આપી હતી. જેથી પોલીસે 151 મુજબ અટકાયતી પગલાં લઈ તેને લોકઅપમાં મુક્યો હતો. રાત્રે તેનો ભાઈ તેને જમવાનું પણ આપી ગયો હતો. અને જીગરે તે ખાઈ પણ લીધું હતું. બાદમાં ત્યાં લોકઅપ માં તેણે ચાદર વડે આપઘાત કરવાની કોશિશ કરી હતી. પહેલા તેણે ચાદર વડે પ્રયત્ન કર્યો પણ તેના પગ જમીન પર અડી જતા તેણે ફરી ફનદો બનાવ્યો અને બાદમાં આપઘાત કર્યો હતો. અડધો કલાક સુધી તેણે આ પ્રયત્ન કર્યો તેમ છતાં પોલીસને જાણ થઈ ન હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસ લોકઅપની સામે જ PSO બેસતા હોય છે જ્યાં ઓછામાં ઓછા બે પોલીસકર્મીઓ 24 કલાક હાજર હોય છે. પણ આ જૂનું પોલીસસ્ટેશન હોવાથી લોકઅપ પાછળ આવેલું છે. જ્યાં પોલીસ હોતી નથી. ત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે કે લોકઅપમાં આરોપી ચાદર લઈ અને ગળાફાંસો ખાય છે ત્યાં સુધી તેમનું ધ્યાન કેમ ન ગયું. સીસીટીવી કેમેરા લોકઅપમાં 24 કલાક ચાલુ હોય તો કેમેરામાં આરોપીની ચહલપહલ કેમ શંકાસ્પદ ન લાગી ? આમ પોલીસ ત્યાં હાજર હતી કે કેમ તેના પર સવાલ ઉભા થઇ રહ્યાં છે.

સૂત્રોનું માનીએ તો આ જીગર તેની ચાલીમાં રહેતી એક છોકરીના ઘર સામે રિક્ષામાં બેસી રહેતો હતો. અને છોકરીના પરિવારને ન ગમતા બોલાચાલી થતી હતી અને તે બાબતે અરજી પોલીસને આપી હતી. પોલીસનું માનવું છે કે પ્રેમ પ્રકરણના કારણે આપઘાત કર્યો હોય શકે બાકી અન્ય કોઈ કારણ હોઈ શકે. તેના શરીર પર લોહી જામેલાના ડાઘ હોવાનું લાગી રહ્યું છે પોલીસના મારના આવા નિશાન હોવાનું હાલ લાગતું નથી.