અમદાવાદઃ શિક્ષકોને ખાનગી કોવિડ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્કની કામગીરી સોંપાઇ

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના 200થી વધું શિક્ષકોને શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં ડ્યૂટી સોંપાતા વિરોધનો ગણગણાટ શરૂ થયો છે. એક તરફ શિક્ષકોએ કોવિડ 19 કોરોના કાળમાં સર્વેની કામગીરી કરવાની સહિત શાળાની પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના રાશનની પહોંચ બનાવવાની કામગીરીના ભારણ વચ્ચે 225 જેટલા શિક્ષકોને ખાનગી હોસ્પિટલમાં કોવિડને લઈ હેલ્પ ડેસ્ક પર ત્રણ શિફ્ટમાં
 
અમદાવાદઃ શિક્ષકોને ખાનગી કોવિડ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્કની કામગીરી સોંપાઇ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના 200થી વધું શિક્ષકોને શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં ડ્યૂટી સોંપાતા વિરોધનો ગણગણાટ શરૂ થયો છે. એક તરફ શિક્ષકોએ કોવિડ 19 કોરોના કાળમાં સર્વેની કામગીરી કરવાની સહિત શાળાની પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના રાશનની પહોંચ બનાવવાની કામગીરીના ભારણ વચ્ચે 225 જેટલા શિક્ષકોને ખાનગી હોસ્પિટલમાં કોવિડને લઈ હેલ્પ ડેસ્ક પર ત્રણ શિફ્ટમાં કામગીરી સોંપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એક તરફ અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દરરોજ જે આંકડાઓ જાહેર કરવામાં આવતા હતા તેમાં પહેલા કોરોનાના પોઝિટિવ આંકડા 300થી 350ને પાર જતા હતા. પણ હવે 180થી 200નો આંકડા દર્શાવી કોરોનાનો ગ્રાફ નીચે જતો હોવાનું દર્શાવે છે. જો ખરેખર કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો પછી શિક્ષકોને ખાનગી હોસ્પિટલમાં કોવિડ માટે હેલ્પ ડેસ્કની કામગીરી કેમ સોંપવામાં આવી રહી છે તેવા સવાલ શિક્ષકો ઉઠાવી રહ્યા છે.

એક શિક્ષકે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ નથી છતાં શિક્ષણની પ્રવૃત્તિઓ તો શિક્ષકોએ કરવાની હોય છે. જુલાઈ માસના અંતમાં એકમ કસોટી યોજાશે તે માટે પ્રશ્નપત્રની તૈયારીઓ કરવાની અને તે વાલીઓ સુધી પહોંચાડવાના. આ ઉપરાંત કોવિડમાં લોકોના ઘરે ઘરે જઈ બીમાર લોકો અંગે સર્વેની કામગીરી, શાળામાં ભણતા બાળકોને રાશન કિટ બનાવવાની આ બધી કામગીરીઓ તો છે અને કામનું ભારણ વધી રહ્યું છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, દરવખતે શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી માં જોતરવામાં આવે છે તે પછી ખેતરમાંથી તીડ ઉડાડવાની વાત હોય, વસ્તી ગણતરી હોય, ઈલેક્શન ની કામગીરી હોય બધામાં શિક્ષકોને દોડાવવા આવે છે ત્યારે કોવિડ હોસ્પિટલમાં ડ્યૂટી સોંપાતા શિક્ષકોમાં કામનું ભારણ વધ્યું છે. અને આ વધતું કામનું ભારણ આગામી દિવસોમાં વિરોધના વિવાદમાં સપડાય તો નવાઈ નહીં.