અમદાવાદ: કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવ્યાના 7 દિવસ બાદ ટેસ્ટ કરાશે : વિજય નહેરા

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસે અમદાવાદમાં કાળોકેર કર્યો છે ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતુ કે, અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઈ જશે. એક્ટિવ કેસના વધવાનો રેટ 5 ટકા સુધી આવ્યો છે જેને 0 સુધી લઈ જવો પડશે. જો એ શક્ય બનશે તો જ કોરોનાને નાથી શકાશે. હજુ એક વાર કોરોના પીક
 
અમદાવાદ: કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવ્યાના 7 દિવસ બાદ ટેસ્ટ કરાશે : વિજય નહેરા

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસે અમદાવાદમાં કાળોકેર કર્યો છે ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતુ કે, અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઈ જશે. એક્ટિવ કેસના વધવાનો રેટ 5 ટકા સુધી આવ્યો છે જેને 0 સુધી લઈ જવો પડશે. જો એ શક્ય બનશે તો જ કોરોનાને નાથી શકાશે. હજુ એક વાર કોરોના પીક પકડીને કેસમાં ઉછાળો આવી શકે પણ એથી ડરવાની જરૂર નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. તેવામાં અનેક ફરિયાદો પણ મળી રહી છે કે ટીમ દ્વારા ટેસ્ટિંગ નથી કરવામાં આવતા આ મામલે વિજય નેહરાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે કોરોનાનો વહેમ કે આશંકા હોય તો ટેસ્ટિંગની જરૂર નથી. કોઈ વ્યક્તિની ઓફિસ કે સોસાયટીમાં એક કેસ પોઝિટિવ આવ્યો હોય તો તેના સંપર્કમાં આવેલા લોકોને પહેલા ક્વોરન્ટાઈન થવું પડશે. અને ત્યાર બાદ 7 દિવસ પછી જો કોઈ લક્ષણ દેખાય તો તેમના ટેસ્ટિંગ કરવામાં આવશે.

વિજય નહેરાએ જણાવ્યુ હતુ કે, તાત્કાલિક કે સંપર્કમાં આવ્યાના એક કે બે દિવસમાં ટેસ્ટિંગ કરવાથી પોઝિટિવ રિપોર્ટ આવે તેવું શક્ય નથી. જેથી 7 દિવસ બાદ જ કોઈ લક્ષણ મળે તો ટેસ્ટિંગ કરવું પડે. આ સાથે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ખાનગી હોસ્પિટલ ધરાવતા ડોક્ટરોને પણ અપીલ કરી છે કે કોરોના સિવાયની અન્ય બીમારીઓની સારવાર માટે હોસ્પિટલો ખોલવામાં આવે. આ હોસ્પિટલોને જોઈતી તમામ સહાય કરવામાં આવશે.