અમદાવાદ: તાંત્રિક વિધિના નામે લંપટે બે બહેનો પર દુષ્કર્મ આચરી, લાખો રૂપિયા પડાવ્યા

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી બે બહેનો સાથે તાંત્રિક વિધિના નામે યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘાટલોડિયામાં રહેતા દોલતરામ નામના યુવકે મહિલાને ઘરમાં સારું નથી વિધિ કરાવવી પડશે કહી અને ગેસ્ટહાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ફોટો વીડીયો ઈન્ટરનેટ પર નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.
 
અમદાવાદ: તાંત્રિક વિધિના નામે લંપટે બે બહેનો પર દુષ્કર્મ આચરી, લાખો રૂપિયા પડાવ્યા

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી બે બહેનો સાથે તાંત્રિક વિધિના નામે યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘાટલોડિયામાં રહેતા દોલતરામ નામના યુવકે મહિલાને ઘરમાં સારું નથી વિધિ કરાવવી પડશે કહી અને ગેસ્ટહાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ફોટો વીડીયો ઈન્ટરનેટ પર નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

બનાવની વિગત એવી છે. વાડજ વિસ્તારમાં રહેતી 35 વર્ષની મહિલા સુભાષબ્રિજ પાસે આવેલા એક ફ્લેટમાં કામ કરવા જતી હતી. તેમના મિત્ર અને ઘાટલોડિયામાં રહેતા દોલતરામ સુથાર નામના વ્યક્તિ સાથે થઈ હતી. દોલતરામ અવારનવાર મહિલાને મળતો હતો. પોતે તાંત્રિક હોવાનું કહી તમારા ઘરમાં ઘણી બધી આત્માઓ રહે છે. જો વિધિ નહિ કરાવો તો સત્યાનાશ થઈ જશે. ઘરમાં વિધિ કરવાવવી પડશે જો નહિ કરાવો તો તમારા માતા મરી જશે. જેથી ડરી જઈ એક વાર ઘરમાં વિધિ કરાવી પડશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહિલાના પિતા મરી ગયા બાદ આવેલા 7 લાખ રૂપિયાની માહિતી પણ દોલતરામને મળતા પૈસાની માંગ કરી હતી જેથી મજબૂરીમાં મહિલાએ 5 લાખ આપી દીધા હતા. બાદમાં મહિલાના મકાનમાં ચંદલ ચોકડી છે કહી મકાન વેચાવી દઈ 24 લાખ રૂપિયા સગેવગે કરી દીધા હતા. મહિલાની બહેનને પણ ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.