અમદાવાદ: મહિલા દિવસે જ આંગણવાડીમાં દારૂ સંતાડનારી મહિલા બુટલેગર ઝબ્બે

અટલ સમાચાર, ડેસ્ક 8મી માર્ચનાં રોજ ઉજવાતા મહિલા દિવસે એટલે ગઇકાલે મહિલા બુટલેગરની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. મહિલા અને તેના પુત્રો ઘરમાં અને પાસે આવેલી આંગણવાડીમાં શૌચાલયમાં દારૂ છુપાવ્યો હતો. જેથી તમામ લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, મહિલા બુટલેગરનાં બંને પુત્રો ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.
 
અમદાવાદ: મહિલા દિવસે જ આંગણવાડીમાં દારૂ સંતાડનારી મહિલા બુટલેગર ઝબ્બે

અટલ સમાચાર, ડેસ્ક

8મી માર્ચનાં રોજ ઉજવાતા મહિલા દિવસે એટલે ગઇકાલે મહિલા બુટલેગરની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. મહિલા અને તેના પુત્રો ઘરમાં અને પાસે આવેલી આંગણવાડીમાં શૌચાલયમાં દારૂ છુપાવ્યો હતો. જેથી તમામ લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, મહિલા બુટલેગરનાં બંને પુત્રો ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ક્રાઇમ બ્રાન્ચનાં પીએસઆઇ એન.એચ.ચુડાસમાની ટીમને બાતમી મળી હતી કે, સૈજપુર બોઘામાં દારૂ છુપાવેલો છે. જેથી ટીમે ત્યાં જઈને તપાસ હાથ ધરી હતી. ત્યારે ધુપસિંઘની ચાલીમાં રતન ઉર્ફે બંટી ગજબે તેનો ભાઈ ભાવેશ ઉર્ફે બાડીયો દારૂ વેચતો હોવાની માહિતી મળતા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. ત્યાં રતન અને ભાવેશની માતા પુષ્પાબહેન મળી આવ્યા હતા. તેમના ઘરની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

બાદમાં અન્ય જગ્યાએ તપાસ કરતા છૂટો છવાયો દારૂનો વધુ જથ્થો મળી આવ્યો હતો. તેમની પૂછપરછ કરતા પુષ્પાબહેને કહ્યું કે, આ જથ્થો તેમના પુત્રો લાવ્યા હતા. બંને દારૂનો ધંધો કરે છે. બાદમાં વધુ જથ્થો ક્યાં છે તે બાબતે પૂછતાં આગળ આંગણવાડીનાં શૌચાલયમાં છુપાવ્યો હોવાની હકીકત પુષ્પા બહેને આપી હતી. જેથી પોલીસે ત્યાં જઈને તપાસ કરી તો આંગણવાડીનાં શૌચાલયમાંથી પણ દારૂની બોટલો મળી આવી હતી.