અમદાવાદ: યુવકે ભાભીની બહેનને અડપલાં કર્યા, અંતે પોલીસ ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદના વાડજ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સંબંધને લાંછન લાગે એવું કૃત્ય આરોપીએ કર્યું છે. આરોપી પર આરોપ છે કે તેણે પોતાની ભાભીની બહેન સાથે ન કરવાનું કૃત્ય કરી નાખ્યું હતું. જે બાદમાં તે ફરાર થઈ ગયો હતો. આ મામલે સમાધાનના પ્રયાસ બાદ મામલો બીચકતા વાડજ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને
 
અમદાવાદ: યુવકે ભાભીની બહેનને અડપલાં કર્યા, અંતે પોલીસ ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદના વાડજ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સંબંધને લાંછન લાગે એવું કૃત્ય આરોપીએ કર્યું છે. આરોપી પર આરોપ છે કે તેણે પોતાની ભાભીની બહેન સાથે ન કરવાનું કૃત્ય કરી નાખ્યું હતું. જે બાદમાં તે ફરાર થઈ ગયો હતો. આ મામલે સમાધાનના પ્રયાસ બાદ મામલો બીચકતા વાડજ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અમદાવાદની ફરિયાદી પોતાના પતિ સાથે વાડજ વિસ્તારમાં રહે છે. તેનો પતિ ખાનગી નોકરી કરે છે. ફરિયાદીની માસીની દીકરી તેના પતિ અને દિયર સાથે રાણીપ વિસ્તારમાં રહે છે. ફરિયાદીની પિતરાઈ બહેન (માસીની દીકરી) અને તેનો દિયર અવાર-નવાર તેને મળવા માટે તેના ઘરે આવતા હતા. મંગળવારે આરોપીનો ફરિયાદી ઉપર ફોન આવ્યો હતો કે તે અને તેની ભાભી તેને મળવા માટે આવે છે. ફરિયાદીએ હા પાડતા આરોપી ફરિયાદીના ઘરે આવી ગયો હતો.જોકે, આરોપી તેની ભાભી સાથે નહીં પરંતુ એકલો જ ઘરે આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ફરિયાદીએ આ અંગે પૂછતા આરોપીએ કહ્યુ કે, પહેલા તમે પાણી આપો, પછી હું કારણ કહું છું. ફરિયાદી પાણી લેવા અંદર ગઈ ત્યારે આરોપીએ પાછળથી તેની કમર પકડી લીધી હતી. ફરિયાદીએ છૂટવાનો પ્રયાસ કરતા આરોપીએ તેને બંને હાથ વડે પકડી લીઘો હતી અને છાતીના ભાગે હાથ નાખીને તેનો કૂરતો ફાડી નાખ્યો હતો. જે બાદમાં ફરિયાદીએ પોતાના બચાવમાં બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. આ સમયે આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો. બાદમાં ફરિયાદીએ ફોન કરીને તેના પતિ તેમજ અન્ય લોકોને બોલાવ્યા હતાં.

ફરિયાદીના પતિ, માતા અને બહેન આવી જતાં સમગ્ર મામલે આરોપીના ફૂવાને જાણ કરી સાબરમતી વિસ્તારમાં ચેનપુર પેટ્રોલપંપ પાસે આરોપીને બોલાવી સમાધાનની વાત ચાલી રહી હતી. આ સમયે આરોપીએ તેના અન્ય મિત્રો અને ફૂવાએ ફરિયાદી સાથે હાથાપાઈ કરી હતી. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે વાડજ પોલીસ સ્ટેશને આઈપીસી 354 અને 354 બી હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.