અમદાવાદ: યુવકે સગીરાને એસિડ ફેંકવાની ધમકી આપી, પોલીસે કરી અટકાયત

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદનાં એક યુવકે સગીરાને ‘વાત નહીં કરે તો હૈદરાબાદ જેવું કરીશ અને એસિડ ફેંકવાની ધમકી આપી હતી.’ જોકે, સોલા હાઇકોર્ટની ‘સી ટીમે’આ યુવકની ઘરપકડ કરી છે. આ યુવક નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર છે. આ બધી ધમકીથી સગીરા ગભરાઇને સોલા હાઇકોર્ટ પોલીસ મથકે પહોંચી હતી. ટીમે રવિ વાઘેલાની ધરપકડ કરી હતી. અટલ સમાચાર આપના
 
અમદાવાદ: યુવકે સગીરાને એસિડ ફેંકવાની ધમકી આપી, પોલીસે કરી અટકાયત

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદનાં એક યુવકે સગીરાને ‘વાત નહીં કરે તો હૈદરાબાદ જેવું કરીશ અને એસિડ ફેંકવાની ધમકી આપી હતી.’ જોકે, સોલા હાઇકોર્ટની ‘સી ટીમે’આ યુવકની ઘરપકડ કરી છે. આ યુવક નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર છે. આ બધી ધમકીથી સગીરા ગભરાઇને સોલા હાઇકોર્ટ પોલીસ મથકે પહોંચી હતી. ટીમે રવિ વાઘેલાની ધરપકડ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અમદાવાદની સગીરા ગોતા પાસે આવેલા વંદેમાતરમ ચાર રસ્તા પાસે ટ્યૂશન ક્લાસીસમાં જાય છે. એક યુવક 15 દિવસથી સગીરાનો પીછો કરી રહ્યો હતો. તેની સાથે મિત્રતા કરવા માટે દબાણ કરતો હતો. જે બાદ યુવકે સગીરાને મોબાઇલ પર પણ પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. યુવક સગીરાને ધમકી પણ આપતો હતો, ‘તું મારી સાથે વાત કેમ કરતી નથી? જો આવું જ કરીશ તો હૈદરાબાદમાં યુવતી સાથે જે થયું તેવું તારી સાથે પણ કરીશ.’ આ સાથે યુવક એસિડ ફેંકવાની પણ ધમકી આપતો હતો.

આ બધી ધમકીથી સગીરા ગભરાઇને સોલા હાઇકોર્ટ પોલીસ મથકે પહોંચી હતી. સગીરાએ પોલીસને જઇને કહ્યું હતું કે, મારે કોઇ ફરિયાદ નથી કરવી પરંતુ જાણ કરવી છે કે મને એક યુવક છેલ્લા પંદર દિવસથી હેરાન કરે છે. તે મને ધમકીઓ પણ આપે છે. જે બાદ આ કામગીરી શી ટીમને સોંપાઇ હતી. જેમાં ટીમે રવિ વાઘેલાની ધરપકડ કરી હતી.