અમદાવાદ: ડિજિટલ વોલેટ વાપરતા યુવકે ગુમાવ્યા 14 લાખ, ફરીયાદ નોંધાઇ

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદનાં આંબાવાડીમાં રહેતા વિનય દેસાઇ સાથે પેટીએમ કેવાયસી કરવાને બહાને 14.12 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે. પોતાની સાથે ઠગાઇ થયાની જાણ થતાંની સાથે વ્યક્તિએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો અમદાવાદાના આંબાંવાડી વિસ્તારમાં આવેલા આસ્કા એપાર્ટમેન્ટમાં રહેતા વિનય
 
અમદાવાદ: ડિજિટલ વોલેટ વાપરતા યુવકે ગુમાવ્યા 14 લાખ, ફરીયાદ નોંધાઇ

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદનાં આંબાવાડીમાં રહેતા વિનય દેસાઇ સાથે પેટીએમ કેવાયસી કરવાને બહાને 14.12 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે. પોતાની સાથે ઠગાઇ થયાની જાણ થતાંની સાથે વ્યક્તિએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદાના આંબાંવાડી વિસ્તારમાં આવેલા આસ્કા એપાર્ટમેન્ટમાં રહેતા વિનય દેસાઇ સાથે ઠગાઇ થઇ છે. તેમને એક ફોન અને મોબાઇલ પર મેસેજ આવ્યો હતો. પેટીએમ અપડેટ કરો નહીં તો એકાઉન્ટ બ્લોક થઇ જશે. ફોન કરનારે પહેલા ફોન પર ડેબિટ, ક્રેડિટ કાર્ડ નંબર માંગ્યા. જે બાદ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનાં ઓટીપી પણ માંગીને 14 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. પોતાની સાથે ઠગાઇ થયાની જાણ થતાંની સાથે વ્યક્તિએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા રાજકોટમાં સાયબર ફ્રોડ કરતા 51 જેટલા ફ્રોડ મોબાઇલ નંબરને કાયમ માટે બંધ કરાવી દીધા હતાં. સાયબર સેલ દ્વારા પેટીએમ તથા અન્ય મની ટ્રાન્ઝેકશન એપ્લીકેશનમાં કેવાયસી અપડેટના નામે તેમજ શહેરની અમુક ખ્યાતનામ હોટેલ/રેસ્ટોરન્ટના નામ અને આવા જ બીજા પેંતરાઓ દ્વારા લોકોને ફોન અથવા મેસેજ કરી પૈસા પડાવતા હતા. જેથી સાયબર ક્રાઇમમાં આવેલી અરજીઓમાંથી તે નંબર શોધીને તેનું લીસ્ટ તૈયાર કરવામાં આવતા 51 ફ્રોડ મોબાઇલ નંબર મળી આવ્યા હતા. જે અલગ-અલગ રાજયોનાં હતાં. ત્યારબાદ મોબાઇલ નંબરની ઓળખ મેળવી આ નંબરથી ભવિષ્યમાં બીજા લોકો છેતરપીંડીનો ભોગ ન બને માટે આવા મોબાઇલ નંબર બંધ કરાવવા ભારત સરકારના ટેલીકોમ વિભાગને જાણ કરી 51 જેટલા ફ્રોડ મોબાઇલ નંબરને કાયમ માટે બંધ કરાવી દીધા હતાં.