આક્રોશ@દિયોદર: સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડાવવા ખેડૂતોનું આવેદન

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે આજે દિયોદરમાં આઠ ગામોના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી કેનાલમાં પાણી છોડવા રજૂઆત કરી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ એકસૂરે દિયોદર જસાલી-રામપુરા સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવા માંગ કરી હતી. પાણી નહી છોડાવાને કારણે કૃષિપાકો વારંવાર નિષ્ફળ જતાં ખેડૂતો લાલઘૂમ બન્યા છે. અટલ સમાચાર
 
આક્રોશ@દિયોદર: સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડાવવા ખેડૂતોનું આવેદન

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે આજે દિયોદરમાં આઠ ગામોના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી કેનાલમાં પાણી છોડવા રજૂઆત કરી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ એકસૂરે દિયોદર જસાલી-રામપુરા સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવા માંગ કરી હતી. પાણી નહી છોડાવાને કારણે કૃષિપાકો વારંવાર નિષ્ફળ જતાં ખેડૂતો લાલઘૂમ બન્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર ઓફીસે પહોંચ્યા હતા. પંથકમાં સુજલામ-સુફલામ આધારિત પાણી પુરવઠાના ત્રણ ભૂગર્ભ જળ બોરવેલ બનાવી રહ્યા હતા ત્યારે આજુબાજુના આઠ ગામોના ખેડૂતો વિરોધ પ્રગટ કરી રહ્યા હતા. જ્યારે સરકારના નેતાઓ દ્વારા જસાલી આજુબાજુના ખેડૂતો સાથે દરમિયાનગીરી કરી ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે, સુજલામ-સુફલામ કેનાલોમાં નર્મદાના પાણી બારે માસ ચાલુ રાખવામાં આવશે. જોકે બોલીને ફરી ગયા હોય તેમ ખેડૂતોને પાણી માટે વારંવાર આંદોલનો-આવેદનપત્ર આપવા પડે છે.

આક્રોશ@દિયોદર: સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડાવવા ખેડૂતોનું આવેદન

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જસાલી ગામે બનાવેલ ત્રણ બોરવેલ સુજલામ-સુફલામ આધારિત પાણી પુરવઠાના બોરવેલ દ્વારા અહીંથી દિયોદર અને કાંકરેજ તાલુકાના પંથકના ગામોના સુધી પાણી પહોંચાડે છે. અહીં બોર સતત ચોવીસ કલાક રાત-દિવસ સુધી ચાલ્યા કરતા પાણીના તળ ઉંડા જતાં જસાલી આજુ-બાજુના ગામોના ખેડૂતોના પાણીના બોર ફેલ ગયા છે. ગરીબ ખેડૂતોને નવા બોર બનાવવા જતા આઠથી દસ લાખનો ખર્ચ થાય છે. દેવાદાર બની ગયેલા ખેડૂતોની હાલત દયનીય બની છે. ત્યારે, કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતો કૃષિ પાકો લઈ શકે એમ છે.

આક્રોશ@દિયોદર: સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડાવવા ખેડૂતોનું આવેદન

નોંધનિય છે કે, આવેદનપત્રમાં ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા કેનાલોમાં પાણી છાશવારે બંધ કરતા હોય ત્યારે ખેડૂતોને પાક નિષ્ફળ અને પશુપાલન ધંધા ઉપર ખૂબ માઠી અસર જોવા મળી રહી છે. આ સાથે ૧૨મી જૂલાઇ સુધી પાણી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાંચ હજાર ખેડૂતો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે
.