એલર્ટ@મહેસાણા: ધરોઇ ડેમનુ પાણી ઓવરફ્લો થાય તો છોડવામાં આવશે

અટલ સમાચાર,મહેસાણા હાલ રાજ્યભરમાં મહા વાવાઝોડાને લઇ એનડીઆરફીની ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે. મહેસાણા જીલ્લાના ધરોઇ ડેમ પ્રશાસન દ્રારા પણ જો વાવાઝોડાથી ભારે વરસાદ આવે અને ડેમ ભરાય તો પાણી છોડવી પડે તેવી સ્થિતિ બની શકે તેમ છે. જેને લઇ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. વાવાઝોડા પહેલા નિચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને સ્થળાંતર માટે
 
એલર્ટ@મહેસાણા: ધરોઇ ડેમનુ પાણી ઓવરફ્લો થાય તો છોડવામાં આવશે

અટલ સમાચાર,મહેસાણા

હાલ રાજ્યભરમાં મહા વાવાઝોડાને લઇ એનડીઆરફીની ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે. મહેસાણા જીલ્લાના ધરોઇ ડેમ પ્રશાસન દ્રારા પણ જો વાવાઝોડાથી ભારે વરસાદ આવે અને ડેમ ભરાય તો પાણી છોડવી પડે તેવી સ્થિતિ બની શકે તેમ છે. જેને લઇ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. વાવાઝોડા પહેલા નિચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને સ્થળાંતર માટે સૂચના અપાઇ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

હવામાન વિભાગે એવી જાહેરાત કરી છે કે 6 નવેમ્બરની રાતથી 7મીની સવાર સુધીમાં પોરબંદરથી દીવ વચ્ચેના દરિયાકિનારાના વિસ્તારમાં ત્રાટકશે. જો કે એક શક્યતા એવી પણ છે કે 6 તારીખે જ ‘મહા’ દરિયામાં સમાઈ જશે. આ અંગે બે કારણો દર્શાવતા હવામાન વિભાગના સૂત્રો જણાવે છે કે ઉત્તરીય પવનો કે જે ઠંડા અને સૂકા હોય છે તે વાવાઝોડાં સાથે ટકરાતા ‘મહા’ના વેગને અટકાવશે.