આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

ગત દિવસોમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાં પાણીની આવક વધી છે. આ સાથે ઉપરવાસમાંથી પાણીની આવક થઇ છે. જેનાથી ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન બનાસ નદીમાં પાણીની આવક બેફામ બની છે. બનાસ ડેમમાંથી 500 ક્યૂસેક પાણી છોડાતાં પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકના ગામો પ્રભાવિત થયા છે.

બનાસ ડેમ દ્વારા પાણી છોડાતા નદીના કાંઠે આવેલ પાટણ જિલ્લાના 12 ગામોમાં વાહનવ્યવહાર અસરગ્રસ્ત બન્યો છે. જેના કારણે સ્થાનિકોને માર્ગ પર અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નદી કાંઠે આવેલા આબીયાણા, લુણીચણા, ઉનડી, રામપુર, આંતરનેસ, ગડસઇ, લીમગામડાં સહિતના ગામોનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.

આબીયાણા ગામને જોડતાં અધુરા પૂલ નીચેથી રહીશોને જીવના જોખમે પસાર કરવાની નોબત આવી છે. નદીના પાણી કાંઠાના ગામોને પ્રભાવિત કરતા હોઇ રહેવાસીઓ માટે એલર્ટની સ્થિતિ બની છે. આ દરમ્યાન ખેતીની સિઝન માટે ખેડૂતોને ખુશી સાથે ચિંતા બની છે.

નર્મદા ડેમના 11 દરવાજા ખોલાયા

ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. ડેમની સપાટી વધી જવાથી સરદાર સરોવર ડેમના 11 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતા કેવડીયા પાસેનો ગોરા બ્રિજ ગરકાવ થઈ ગયો છે. ડેમની સપાટી 132.59 મીટરે પહોંચી ગઈ છે. જેને કારણે હાલ ડેમમાંથી 2,38,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીના પ્રવાહને કારણે કેવડીયાના 8 ગામો સંપર્ક વગરના બન્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code