આક્ષેપ@અમદાવાદ: ચોરોને લોકઅપમાં પૂરી દઇશું તો અમારા ઘર કેવી રીતે ચાલશે ? PSI

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદમાં ચોરી કરવા આવેલા ઇસમને ઝડપીને પોલીસ સ્ટેશને સોંપ્યાં બાદ વેપારીને કડવો અનુભવ થયાની ઘટના સામે આવી છે. બાપુનગર વિસ્તારના એક વેપારીને ત્યાં ચોરી કરવા આવેલાં ઇસમને ઝડપી વેપારીએ ચોરની ઝડપી લઇ પોલીસને સોંપ્યો હતો. જોકે પીએસઆઇને ચોરને બીજા દિવસે છોડી મુક્યો હોઇ વેપારીએ પુછતાં કડવો અનુભવ થયો છે. વેપારીએ
 
આક્ષેપ@અમદાવાદ: ચોરોને લોકઅપમાં પૂરી દઇશું તો અમારા ઘર કેવી રીતે ચાલશે ? PSI

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં ચોરી કરવા આવેલા ઇસમને ઝડપીને પોલીસ સ્ટેશને સોંપ્યાં બાદ વેપારીને કડવો અનુભવ થયાની ઘટના સામે આવી છે. બાપુનગર વિસ્તારના એક વેપારીને ત્યાં ચોરી કરવા આવેલાં ઇસમને ઝડપી વેપારીએ ચોરની ઝડપી લઇ પોલીસને સોંપ્યો હતો. જોકે પીએસઆઇને ચોરને બીજા દિવસે છોડી મુક્યો હોઇ વેપારીએ પુછતાં કડવો અનુભવ થયો છે. વેપારીએ કરેલાં આક્ષેપો મુજબ પીએસઆઇએ કહ્યુ હતુ કે, “અમારી મરજી, અમે ગમે તેને છોડી દઈયે, ચોરોને પકડીને લોકઅપમાં પુરી દઈશુ તો અમારા હપ્તા કેવી રીતે આવશે અને અમારા ઘર કેવી રીતે ચાલશે ? જોકે પીએસઆઇ સામે આવા ગંભીર આક્ષેપોને મામલે હાલ તો પોલીસબેડામાં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં રહેતા ખોડીદાસ પટેલ નામનાં વેપારીએ પોલીસ કમિશનરને બાપુનગર પોલીસ વિરૂદ્ધની અરજી કરી છે. આ અરજી મુજબ વેપારીની બાપુનગરમાં આવેલી ડેકોરેશનની દુકાન બહાર એક શખ્સ લોડિંગ રિક્ષાની બેટરી ચોરવા આવ્યો હતો. વેપારીએ CCTV ફૂટેજમાં ચોરને જોઈ જતાં પોતાનાં મિત્રને જાણ કરી ચોરને પકડી લીધો હતો અને તેનુ નામ પુછતા યુવકે પોતાનુ નામ કીશન પટણી હોવાનું તેમજ બાપુનગરનો રહેવાસી છે અને કડિયાકામ કરે છે. આ સાથે ઇસમે અગાઉ વેપારીની દુકાનની આસપાસથી ગાડીની બેટરીઓ તેમજ કારનો કાચ તોડીને ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી વેપારી ચોરને પકડી બાપુનગર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, જ્યાં હાજર PSI ચંદ્રસિંહ પરમારે વેપારીને આ મામલે કાર્યવાહી કરવાનુ કહીને ઘરે મોકલી દીધા હતા.

આક્ષેપ@અમદાવાદ: ચોરોને લોકઅપમાં પૂરી દઇશું તો અમારા ઘર કેવી રીતે ચાલશે ? PSI

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બીજા દિવસે વેપારી પોલીસ સ્ટેશન ગયા ત્યારે તેઓને જાણ થઈ કે, તેઓનાં પોલીસ સ્ટેશનથી નિકળ્યા પછી જ PSI પરમારે ચોરને છોડી મુક્યો હતો. જેથી વેપારીએ આ ચોરને કેમ છોડી દીધો તેમ PSI ચંદ્રસિંહ પરમારે પુછતાં PSI એ ઉદ્ધતાઈ ભર્યા અવાજે વેપારીને કહ્યુ હતુ કે, “અમારી મરજી, અમે ગમે તેને છોડી દઈયે, ચોરોને પકડીને લોકઅપમાં પુરી દઈશુ તો અમારા હપ્તા કેવી રીતે આવશે અને અમારા ઘર કેવી રીતે ચાલશે ? અમારા હપ્તા તો SP, DCP અને ઉપલા અધિકારીઓ સુધી જાય છે. ચોર, બુટલેગરો અને અડ્ડા ચલાવનારને પકડી અમે જેલમાં પુરી દઈશુ તો અમે જીવીશુ કેવી રીતે. તેઓનાં હપ્તાથી માંડ માંડ અમારૂ પાર પડે છે.” જ્યાં જાવુ હોય ત્યાં જજે, કોઈ અધિકારી મારૂ કશુ બગાડી નહી શકે, બધા હપતા ખાય છે. તેવુ કહીને વેપારીને પોલીસ સ્ટેશનમાંથી કાઢી મુક્યાં હોવાનો ગંભીર આક્ષેપ વેપારીએ કરતાં ખળભળાટ મચી ગયો છે. ઘટના બાબતે વેપારીએ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને લેખિતમાં અરજી કરી અને સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા છે. આ અંગે તપાસ કરવા તથા આવા ભ્રષ્ટ અધિકારીઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.