આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સુરત

મારી ઓફિસની નજીક હોટલમાં પોલીસ અને ડી-સ્ટાફના અધિકારીઓ મહિલાઓ સાથે સેક્સ માણવા આવે છે

 

અલ્પેશની ધરપકડ બાદ ‘પાસ’ના કાર્યકરો ઉગ્ર દેખાવો યોજવાની ચીમકી ઉચ્ચારી છે. પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારી ઓફિસની નજીક યશ પ્લાઝામાં આવેલી આશિર્વાદ હોટલમાં પોલીસ અને ડી-સ્ટાફના તમામ અધિકારીઓ મહિલાઓ સાથે સેક્સ માણવા માટે આવે છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયાની ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ થયા બાદ મામલો બીચક્યો હતો.
અલ્પેશ કથીરિયાની PIને ધમકી આપી હોવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અલ્પેશ કથીરિયાની ધરપકડને પગલે મોટી સંખ્યામાં ‘પાસ’ના કાર્યકરો વરાછા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને હોબાળો કરતા 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
અલ્પેશે વધુમાં જણાવ્યું કે, તમે ત્યાંના CCTV ચેક કરો. જો ખરેખર મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ હોય, તો આશિર્વાદ હોટલની આજુબાજુ જેટલી દુકાનો છે. તેના દુકાનદારોના નિવેદનો લો. તમે તેમને પૂછો કે, શું આવું અહી બને છે? જો તેઓ કહેશે કે અહીં નથી બનતું તો, અલ્પેશ કથીરિયા ગોળી ખાવા તૈયાર છે.

સમગ્ર મામલે અલ્પેશને જામીન મળતાં હવે થોડીક વારમાં જ અલ્પેશને છોડી મુકાશે તેવું સુત્રોએ જણાવ્યું હતુ.

29 Sep 2020, 1:14 AM (GMT)

COVID-19 Global Stats

33,605,858 Total Cases
1,007,492 Death Cases
24,913,231 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code