આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

આગામી લોકસભા ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસ એકબીજાની પાર્ટીમાંથી મોટા આગેવાનો ખેંચવા મથી રહ્યા છે. સત્તાની સાઠમારી, લાલચ અને મહત્વકાંક્ષા વચ્ચે નેતાઓ વિચારસરણી બાજુ પર મુકી રહ્યા છે. ભાજપે અલ્પેશ ઠાકોરની મંત્રીપદ ઓફર કરતાં કોંગ્રેસને લાલ જાજમ પાથરવાની ફરજ પડી છે.

અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી અગાઉ ભાજપમાં ખેંચવા મથામણ થતી હોવાની જાણ કોંગ્રેસને થતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે હરકતમાં આવી કેટલાક દિવસો અગાઉ પાર્ટીની મોટાભાગની કમિટીઓમાં અલ્પેશને સ્થાન આપી દીધું છે. જોકે ભાજપે રાજ્ય મંત્રીમંડળમાં સ્થાન આપવાની ઓફર કરતાં અલ્પેશ ઠાકોરે વિચારણા શરૂ કરી છે.

આ તરફ ભાજપની ઓફરને પગલે કોંગ્રેસે તાત્કાલિક અસરથી અલ્પેશ ઠાકોરને પાટણ લોકસભાની ટિકિટ આપવા સાથે કેન્દ્રમાં સરકાર બનશે તો વધુ હોદ્દા આપવાની તૈયારી દર્શાવી છે. રાજકીય અફડાતફડીના માહોલમાં કોંગી નેતાઓ અને અલ્પેશ ઠાકોર વચ્ચે બેઠકોનો દોર ધમધમ્યો છે.

ભાજપે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પાડવાની મથામણ શરૂ કરતા રાજ્યમાં ભાગદોડ અને મનામણા શરૂ થઇ ગયા છે. કોંગ્રેસી આગેવાનો પાર્ટી હોદ્દેદારો અને ધારાસભ્યોનો સંપર્ક રહી અભિપ્રાયો અને મંતવ્યો લેવાઈ રહ્યા છે.

29 Sep 2020, 1:14 AM (GMT)

COVID-19 Global Stats

33,542,558 Total Cases
1,006,090 Death Cases
24,871,741 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code