અલ્પેશ Vs કોંગ્રેસ: બંને તરફથી શરૂ થયેલું વાકયુદ્ધ ચરમસીમાએ પહોચ્યું

અટલ સમાચાર,પાટણ લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે શુક્રવારે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. રાધનપુરના ધારાસભ્ય પદેથી કોઇપણ ભોગે રાજીનામું આપવા તૈયાર નથી. જયારે કોંગ્રેસ ઉપર આક્રમક બની કોઈ ખોટા પગલાં ભરવામાં આવશે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવા જણાવતા મામલો ગરમાયો છે. શુક્રવારે અલ્પેશ ઠાકોર સદારામબાપુના ખબરઅંતર પુછવા પાટણ પહોંચ્યા હતા ત્યારે
 
અલ્પેશ Vs કોંગ્રેસ: બંને તરફથી શરૂ થયેલું વાકયુદ્ધ ચરમસીમાએ પહોચ્યું

અટલ સમાચાર,પાટણ

લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે શુક્રવારે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. રાધનપુરના ધારાસભ્ય પદેથી કોઇપણ ભોગે રાજીનામું આપવા તૈયાર નથી. જયારે કોંગ્રેસ ઉપર આક્રમક બની  કોઈ ખોટા પગલાં ભરવામાં આવશે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવા જણાવતા મામલો ગરમાયો છે.

શુક્રવારે અલ્પેશ ઠાકોર સદારામબાપુના ખબરઅંતર પુછવા પાટણ પહોંચ્યા હતા ત્યારે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, આખા ગુજરાતમાં પાર્ટીને મદદ કરી હતી. મેં પાર્ટીના સભ્યપદ પરથી પણ રાજીનામું નહીં આપેલું. મેં હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય પદેથી એટલે રાજીનામું નથી આપ્યું, કેમ કે લોકોએ મને જીતાડ્યો છે.

અલ્પેશે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે,  હું ધારાસભ્ય પદ પર ચાલુ જ રહેવાનો છું. કોંગ્રેસને મને વિધાનસભામાંથી ધક્કામારીને કાઢી મૂકવો હોય તો કાઢી મૂકે. લોકોએ મને જે ધારાસભ્ય પદ આપ્યું છે તે કેવી રીતે છોડી શકું. મારે રાધનપુર વિસ્તાર માટે ખૂબ કામ કરવાનું છે. લોકોના પ્રશ્નોને વિધાનસભામાં વાચા આપવાની છે. ટેક્નિકલ બાબાતોમાં મને વધુ ખબર નથી પડતી, પણ હું ધારાસભ્ય પદ પર ચાલુ રહેવાનો છું.