અચરજ@જામનગર: કારખાનામાં જોવા મળ્યો પીળા બદામી રંગનો અતિ દુર્લભ સાપ, જાણો પછી શું થયુ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે જામનગરના કારખાનામાં અતિ દુર્લભ પ્રજાપિનો સાપ જોવા મળ્યો હતો. આજે પીળા બદામી રંગના ઊભા પટ્ટા ધરાવતો ચળકતો સાપ જોવા મળ્યો હતો. ક્યારેય જોવા ન મળેલો સાપ જોઈ ફેક્ટરીમાં ભયનો માહોલ સર્જાયો હતો. સાપની નવી પ્રજાતિ અંગેના જાણકાર મુજબ, જામનગરમાંથી આંશિક ઝેરી પટીત રેતીયો સાપ મળી આવ્યો હતો,
 
અચરજ@જામનગર: કારખાનામાં જોવા મળ્યો પીળા બદામી રંગનો અતિ દુર્લભ સાપ, જાણો પછી શું થયુ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે જામનગરના કારખાનામાં અતિ દુર્લભ પ્રજાપિનો સાપ જોવા મળ્યો હતો. આજે પીળા બદામી રંગના ઊભા પટ્ટા ધરાવતો ચળકતો સાપ જોવા મળ્યો હતો. ક્યારેય જોવા ન મળેલો સાપ જોઈ ફેક્ટરીમાં ભયનો માહોલ સર્જાયો હતો. સાપની નવી પ્રજાતિ અંગેના જાણકાર મુજબ, જામનગરમાંથી આંશિક ઝેરી પટીત રેતીયો સાપ મળી આવ્યો હતો, જો કે આ અચાનક આવેલા સાપને વન વિભાગના સહયોગ થી સફળતાપૂર્વક બચાવ કરીને અને કુદરતના ખોળે તેને મુક્ત કરી દેવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અચરજ@જામનગર: કારખાનામાં જોવા મળ્યો પીળા બદામી રંગનો અતિ દુર્લભ સાપ, જાણો પછી શું થયુ ?

જામનગરના રામપર ગામ પાસે આવેલ SSPL નામના દોરાના વિશાળ કારખાનામાં પીળા બદામી રંગના ઊભા પટ્ટા ધરાવતો ચળકતો સાપ જોવા મળ્યો હતો. વિગતો મુજબ આ સર્પ ખોરાકમાં ગરોળી, કાચિંડા, નાના જીવો ખાય છે. ઝારી-ઝાંખરા, ઘાસ, રેતાળ પ્રદેશ જેવી અનેક જગ્યાએ જોવા મળે છે. તેમજ 4થી 10 ઈંડા આપે છે. તથા મહત્તમ લંબાઈ 35 ઇંચ જેટલી હોય છે. છેલ્લાં ઘણાં સમયથી જામનગરની જાણીતી સંસ્થા લાખોટા નેચર કલબ નિ:શુલ્ક સાપ બચાવની કામગીરી, ઘાયલ પક્ષીઓ બચાવવા અને તેની સારવાર, વૃક્ષારોપણ કરવું તેમજ પ્રકૃતિ સંરક્ષણ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરી રહી છે.