દર્શન@અંબાજી: મહિલા કોંગ્રેસ પ્રમુખે ગુજરાત માટે માતાજીને પ્રાર્થના કરી

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ) કોરોના સંકટ વચ્ચે ગુજરાત પ્રદેશ મહિલા કોગ્રેસ અધ્યક્ષ આજે અંબાજીમાં દર્શનાર્થે આવ્યા હતા. આજે વહેલી સવારે દર્શન કર્યા બાદ માતાજીની ગાદીએ રક્ષા પોટલી બંધાવી આર્શીવાદ લીધા હતા. આ સાથે કોરોનાની મહામારી વચ્ચે મા અંબા પાસે સૌ કોઇ દેશ અને ગુજરાત જલ્દીથી કોરોનાથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આ સાથે
 
દર્શન@અંબાજી: મહિલા કોંગ્રેસ પ્રમુખે  ગુજરાત માટે માતાજીને પ્રાર્થના કરી

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)

કોરોના સંકટ વચ્ચે ગુજરાત પ્રદેશ મહિલા કોગ્રેસ અધ્યક્ષ આજે અંબાજીમાં દર્શનાર્થે આવ્યા હતા. આજે  વહેલી સવારે દર્શન કર્યા બાદ માતાજીની ગાદીએ રક્ષા પોટલી બંધાવી આર્શીવાદ લીધા હતા. આ સાથે કોરોનાની મહામારી વચ્ચે મા અંબા પાસે સૌ કોઇ દેશ અને ગુજરાત જલ્દીથી કોરોનાથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આ સાથે આજ પૂનમના પવિત્ર દિવસ નિમિત્તે ગાયત્રીબા વાઘેલાએ સૌ કોઇને મળી વાતચીત કરી દર્શનનો લાભ લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં અનેક દર્શનાર્થેી માઇ ભક્તો આવતાં હોય છે. તેથી આજ રોજ ગાયત્રીબા વાઘેલાએ માં અંબાના આજે દર્શન કર્યા હતા. આગામી દિવસોમાં જે 8 બેઠકની પેટાચૂંટણી યોજાવાની છે તેમાં આઠે આઠ બેઠક કોંગ્રેસ પાછી જીતીને આવશે અને પક્ષ પલ્ટુઓને જનતા જવાબ આપશે તેવું તેમણે જણાવ્યુ હતું. આ સાથે તેમણે દીકરીઓની સ્કૂલ ફી 100% પૂરેપૂરી માફ કરવાની સરકાર પાસે કરી માંગકરી છે. અને જે બહેનોની રોજગારી છીનવાઈ હોય તેમને ન્યાય યોજના અંતર્ગત 7500 rs સીધા તેમના ખાતામાં ચૂકવાય તેવી પણ માંગ કરી છે.