અંબાજી: ખેલૈયાઓ આ વર્ષે પણ માતાજીના ચોકમાં ગરબાનો આનંદ નહીં માણી શકે

અટલ સમાચાર, ડેસ્ક માં અંબેનું મૂળ સ્થાન અંબાજી જે 51 શક્તિપીઠમાનુ એક તીર્થસ્થળ માનવામાં આવે છે, અને જેના નામના ગરબા સમગ્ર ભારત ભરમાં ગવાય છે ને રમાય છે. આસોસુદ માસની નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે, પણ આ વખતે નવરાત્રિને કોરોનાનું ગ્રહણ બીજા વર્ષે પણ યથાવત રહ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
અંબાજી: ખેલૈયાઓ આ વર્ષે પણ માતાજીના ચોકમાં ગરબાનો આનંદ નહીં માણી શકે

અટલ સમાચાર, ડેસ્ક

માં અંબેનું મૂળ સ્થાન અંબાજી જે 51 શક્તિપીઠમાનુ એક તીર્થસ્થળ માનવામાં આવે છે, અને જેના નામના ગરબા સમગ્ર ભારત ભરમાં ગવાય છે ને રમાય છે. આસોસુદ માસની નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે, પણ આ વખતે નવરાત્રિને કોરોનાનું ગ્રહણ બીજા વર્ષે પણ યથાવત રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેશભાઈ પંડ્યા (પ્રમુખ, નવ યુવક પ્રગતિ મંડળ – અંબાજી)એ જણાવ્યું હતું કે, જોકે રાજ્ય સરકારે 400 માણસો સુધીની પરવાનગી આપી છે પણ આપ જે ફાઈલ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જોતા શક્તિપીઠ અંબાજી મંદિર ચાચરચોકમાં હજારોની મેદની જોવા મળી રહી છે ને આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તો કોરોનાનું સંક્ર્મણ ફેલાવાની શક્યતા રહેલી હોવાથી છેલ્લા 60 વર્ષથી મંદિર ચાચરચોકમાં ગરબાનું આયોજન કરતુ નવયુવક પ્રગતિ મંડળ આ વખતે સતત બીજા વર્ષે પણ ગરબાનો કાર્યક્રમ નહીં યોજવા નિર્ણય લીધો છે.

નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું જ રહેશે ને રાબેતા મુજબ દર્શન આરતી ના સમય મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન લાભ લઈ શકશે, પ્રથમ નવરાત્રીએ નિજ મંદિરમાં શુભ મુહર્તમાં ઘટ સ્થાપન કરી, જવેરા વાવવાનો કાર્યક્રમ પણ પરંપરાગત રીતે યોજાશે. જોકે ગતવર્ષે કોરોના મહામારીને લઈ ગરબાના કાર્યક્રમ સહીત મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ રખાયું હતું પણ ચાલુ વર્ષે કોરોના મહામારી માં થોડી રાહત થતા દર્શનાર્થીઓ માટે મંદિર ના દ્વાર ખુલ્લા રાખવામાં આવ્યા છે પણ ખેલૈયાઓ આ વર્ષે પણ માતાજીના ચોકમાં ગરબાનો આનંદ નહીં માણી શકે.