અંબાજી: મંદીરની પ્રક્ષાલન વિધી પુર્ણ, કાલથી રાબેતા મુજબ દર્શન કરી શકાશે

અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા) યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલાં ભાદરવી પુનમનાં મેળાં બાદ આજે અંબાજી મંદિરની 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલન વિધી પુર્ણ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં આ પ્રક્ષાલન વિધી ખાસ કરીને અમદાવાદનાં એક સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 268 વર્ષથી આ વિધી સાથે સંકળાયેલાં છે. આ વિધીમાં અંબાજી મંદિર પરીસરને
 
અંબાજી: મંદીરની પ્રક્ષાલન વિધી પુર્ણ, કાલથી રાબેતા મુજબ દર્શન કરી શકાશે

અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા)

યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલાં ભાદરવી પુનમનાં મેળાં બાદ આજે અંબાજી મંદિરની 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલન વિધી પુર્ણ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં આ પ્રક્ષાલન વિધી ખાસ કરીને અમદાવાદનાં એક સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 268 વર્ષથી આ વિધી સાથે સંકળાયેલાં છે. આ વિધીમાં અંબાજી મંદિર પરીસરને પાણીથી ધોવામાં આવે છે.

અંબાજી: મંદીરની પ્રક્ષાલન વિધી પુર્ણ, કાલથી રાબેતા મુજબ દર્શન કરી શકાશે

બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજી મેળા બાદ મંગળવારે મંદીરને પવિત્રજળથી ધોવાની પ્રક્ષાલન વિધી પુર્ણ કરવામાં આવી છે. અંબા માતાજીનાં શણગારના સોંના ચાંદીનાં દાગીનાઓને મંદિરનાં પવિત્રજળથી ધોવામાં આવે છે. એટલું જ નહીં આ દાગીનાની સાફ સફાઇ વખતે ઘસારાનાં બદલે પાંચ ગ્રામ સોનાનું તક્તુ માતાજીને થાળમાં અર્પણ કરવામાં આવે છે. જે હાર પુતળીનાં હારનાં નામે માતાજીને પહેરાવવામાં આવે છે.

અંબાજી: મંદીરની પ્રક્ષાલન વિધી પુર્ણ, કાલથી રાબેતા મુજબ દર્શન કરી શકાશે

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ભાદરવી પુનમનાં મેળાં દરમ્યાન લાખ્ખો પદયાત્રીઓ આવતાં હોય છે. આ યાત્રીકોની રસ્તામાં કોઇ પવિત્રતાં ન જળવાઇ હોય અને સીધા મંદિરમાં દર્શને પહોંચી ગયા હોય તેવી બાબતોને ધ્યાનમાં રાખી આ મંદિરની પવિત્રતા જાળવવા ખાસ પ્રક્ષાલન વિધી કરવામાં આવે છે.