અંબાજીઃ મુખ્યમંત્રીના પત્નીએ પરિવાર સાથે માં અંબાના મંદિરે દર્શનનો લાભ લીધો

અટલ સમાચાર, અરવિંદ અગ્રવાલ કોરોના સંકટ વચ્ચે પણ માં અંબાના ચરણોમાં માઇ ભક્તો દર્શન કરવા આવતા જ હોય છે. આ સાથે આજ રોજ મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન રૂપાણી અંબાજી મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા પધાર્યાં હતા. આજે સવારે 11:00 કલાકે અંબાજી માતાના મંદિરે ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગણેશ મંદિર દર્શન કરી માની કપૂર
 
અંબાજીઃ મુખ્યમંત્રીના પત્નીએ પરિવાર સાથે માં અંબાના મંદિરે દર્શનનો લાભ લીધો

અટલ સમાચાર, અરવિંદ અગ્રવાલ

કોરોના સંકટ વચ્ચે પણ માં અંબાના ચરણોમાં માઇ ભક્તો દર્શન કરવા આવતા જ હોય છે. આ સાથે આજ રોજ મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન રૂપાણી અંબાજી મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા પધાર્યાં હતા. આજે સવારે 11:00 કલાકે અંબાજી માતાના મંદિરે ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગણેશ મંદિર દર્શન કરી માની કપૂર આરતી કરીને માના દર્શન કર્યા હતા. અને માતાજીની ગાદીએ દર્શન કરી પ્રસાદ લીધો હતો. આ તેમની પારિવારીક મુલાકાત  હતી તેમની સાથે તેમના ઘરના સભ્યો પણ હાજર રહ્યા હતા. આ સાથે આજે

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત રાજ્યના જીઆઇડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂત પણ અંબાજી દર્શન પધાર્યા હતા.  દર્શન કર્યા બાદ બલવંતસિંહે હવનનો પણ લાભ લીધો હતો. બલવંતસિંહ રાજપૂત તેમના ધર્મ પત્ની અને પુત્રવધુ સાથે દર્શન કરવા આવ્યા હતા. આપના પરિવારનું રાજ્યમાં અને દેશમાં પણ રક્ષણ થાય તેવી માને પ્રાર્થના કરી હતી.

અંબાજીઃ મુખ્યમંત્રીના પત્નીએ પરિવાર સાથે માં અંબાના મંદિરે દર્શનનો લાભ લીધો

આ દરમિયાન આજે મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન રૂપાણી અંબાજી આવેલા હતા. તેમની સાથે પણ બળવંતસિંહ રાજપૂતે મંદિરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી.