આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની સાથે GSP (જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ) સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે તે અંગેની જાણકારી પોતાની સંસદને આપી દીધી છે. ટ્રમ્પના નિર્ણયની જાણકારી યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ રોબર્ટ લાઈટ્ઝરે આપી છે.

2017માં ભારત વિકાસશીલ દેશોમાં એકલો દેશ હતો જેને GSP અંતર્ગત સૌથી વધુ લાભ મળ્યો હતો. ભારત પાસેથી અમેરિકાએ 5.7 બિલિયન ડૉલરની આયાત કોઈપણ પ્રકારના ટેક્સ વિના કરી હતી.ગત વર્ષે એપ્રિલમાં અમેરિકાએ જાહેરાત કરી હતી કે, તે ભારત અને તુર્કીને મળનારી રાહત પર વિચાર કરશે, કારણ કે અમેરિકાની કેટલીક ડેરી અને મેડિકલ કંપનીઓએ ફરિયાદ કરી હતી કે તેને કારણે સ્વદેશી વ્યવસાય પર અસર પડી રહી છે.

શું છે GSP?

જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ એટલે કે GSP અમેરિકી ટ્રેડ પ્રોગ્રામ છે, જે અંતર્ગત અમેરિકા વિકાસશીલ દેશોમાં આર્થિક પ્રગતિ માટે પોતાને ત્યાં ટેક્સ વિના સામાનોની આયાત કરે છે. અમેરિકાએ દુનિયાના 129 દેશોને આ સુવિધા આપી છે, જ્યાંથી 4800 પ્રોડક્ટની આયાત થાય છે. અમેરિકાએ ટ્રેડ એક્ટ 1974 અંતર્ગત 1 જાન્યુઆરી, 1976ના રોજ GSPનું ગઠન કર્યું હતુ.

શું છે આખી કાર્યવાહી?

રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી આ નિર્ણય અંગે સહી કર્યા બાદ 60 દિવસોનું નોટિફિકેશન મોકલી આપવામાં આવ્યુ છે. GSP સમાપ્ત કરવાની આ પ્રક્રિયા છે. ભારત અને તુર્કીની લગભગ 2 હજાર પ્રોડક્ટ છે, જે તેના પ્રભાવમાં આવશે. જેમાં ઓટો પાર્ટ્સ, ઈન્ડસ્ટ્રિયલ વાલ્વ અને ટેક્સટાઈલ મટીરિયલ મુખ્ય છે. રાષ્ટ્રપતિ ઈચ્છે તો પોતાનો નિર્ણય પાછો લઈ શકે છે, પરંતુ તેને માટે ભારત અને તુર્કીએ અમેરિકી પ્રશાસનની ચિંતાઓ દૂર કરવી પડશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code