અમ્ફાનઃ બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદ, આગામી 6-7 કલાક ખતરનાક

અટલ સમાચાર, ડેસ્ક ઓડિશામાં જોરદાર વરસાદ અને પવન ફુંકાવાના કારણે ચક્રવાતી વાવાઝોડું પહેલાથી ઘણું નબળું પડી ગયું છે. ઓડિશાના પારાદીપમાં સવારથી જ ઝડપી પવનો ફુંકાઈ રહ્યા છે. સુપર સાઇક્લોન Amphan હવે ઓડિશાના દરિયાકાંઠાની નજીક પહોંચી ગયું છે. પારાદીપમાં 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. સુપર સાઇક્લોનમાં ઝડપી પવન ફુંકાવાને કારણે અનેક વૃક્ષો
 
અમ્ફાનઃ બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદ, આગામી 6-7 કલાક ખતરનાક

અટલ સમાચાર, ડેસ્ક

ઓડિશામાં જોરદાર વરસાદ અને પવન ફુંકાવાના કારણે ચક્રવાતી વાવાઝોડું પહેલાથી ઘણું નબળું પડી ગયું છે.  ઓડિશાના પારાદીપમાં સવારથી જ ઝડપી પવનો ફુંકાઈ રહ્યા છે. સુપર સાઇક્લોન Amphan હવે ઓડિશાના દરિયાકાંઠાની નજીક પહોંચી ગયું છે. પારાદીપમાં 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. સુપર સાઇક્લોનમાં ઝડપી પવન ફુંકાવાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિનો સામનો કરવા માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં NDRFની 40 ટીમો તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને ચેતવણી આપી છે કે કોલકાતા, હુગલી, હાવડા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા અને પૂર્વ મિદનાપુર જિલ્લામાં મોટાપાયે નુકસાન થઈ શકે છે.

180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહેલા મહાચક્રવાતી વાવાઝોડા અમ્ફાનને જોતાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના જોખમવાળા વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગ મુજબ આજે બપોરે કે પછી સાંજ સુધીમાં સુપર સાઇક્લોન અમ્ફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે. હાલ અમ્ફાન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે.