મોંઘવારી@ગુજરાતઃ અમૂલ દહીંમાં 1 કિલોએ રૂપિયા 5નો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરી દ્વારા દહીંની વિવિધ પ્રોડક્ટનાં ભાવોમાં વધારો ઝીંક્યો છે. જેમાં મસ્તી દહીં 400 ગ્રામ પાઉચમાં 2 રૂપિયા, કિલોમાં 5 રૂપિયા, જ્યારે પાંચ કિલોનાં પેકિંગમાં 25, લાઈટ દહીંની જૂદી-જૂદી વેરાઈટીઓમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાથી 8 રૂપિયા સુધીનો વધારો કરાયો છે. ગુજરાતી ભોજનમાં પીરસાતી કઢીનો સ્વાદ કઢવો
 
મોંઘવારી@ગુજરાતઃ અમૂલ દહીંમાં 1 કિલોએ રૂપિયા 5નો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરી દ્વારા દહીંની વિવિધ પ્રોડક્ટનાં ભાવોમાં વધારો ઝીંક્યો છે. જેમાં મસ્તી દહીં 400 ગ્રામ પાઉચમાં 2 રૂપિયા, કિલોમાં 5 રૂપિયા, જ્યારે પાંચ કિલોનાં પેકિંગમાં 25, લાઈટ દહીંની જૂદી-જૂદી વેરાઈટીઓમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાથી 8 રૂપિયા સુધીનો વધારો કરાયો છે.

ગુજરાતી ભોજનમાં પીરસાતી કઢીનો સ્વાદ કઢવો બન્યો છે. અને મોંઘવારીને કારણે આ ભાવવધારાને કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાશે. નવો લાગુ થયેલો ભાવ સમગ્ર રાજ્યમાં શુક્રવારથી અમલી બન્યો છે. રાજ્યના 36 લાખ પશુપાલકોની માતૃસંસ્થા અમૂલ બ્રાન્ડે વૈશ્વિક સ્તરે દૂધ અને દૂધની બનાવટોનું મિલિયનર ડોલરોનું માર્કેટ સર કર્યું છે. ત્યારે અમૂલ ડેરીએ રાતોરાત અમૂલ બ્રાન્ડનાં દહીંની પ્રોડક્ટમાં 1 રૂપિયાથી લઈને 8 રૂપિયા સુધીનો ભાવવધારો કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પશુપાલન વ્યવસાય સતત ખર્ચાળ બનવા સહિત ડેરી પેદાશોનું ઉત્પાદન પણ મોંઘુ બની રહ્યું હોય તેને સરભર કરવા માટે ભાવવધારો કરવાની ફરજ પડી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી દૂધની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ડેરી સંઘ દ્વારા અચાનક જ ભાવવધારો અમલી બનાવાતાં ગુજરાતી થાળીમાં કઢી, ઢોકળાં, લસ્સી, ખમણ, શ્રીખંડ, મઠ્ઠો સહિતનાં ખાદ્યપદાર્થોની બનાવટમાં વિશેષ ઉપયોગમાં લેવાતાં દહીંના ભાવોમાં વધારાને પગલે રસોડાની જવાબદારી સંભાળતી ગૃહિણીઓનાં ચહેરાં પર નૂર હણાયું છે. ડૂંગળી, શાકભાજી અને હવે દહીંનાં ભાવો પણ વધતાં મહિલાઓને પડતાં પર પાટું પડ્યું છે.