અટલ સમાચાર,પાલનપુર
બનાસકાંઠાના અમીરગઢ તાલુકા પાસેથી પસાર થતી રેલવે લાઇનમાં શનિવારે એક આશાસ્પદ યુવાને ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
વધુ વિગત અનુસાર અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ રેલવે ફાટક પાસે શનિવારે મુળ ભટાણા(રાજસ્થાન)ના મફારામ નામના યુવાને અગમ્ય કારણોસર ટ્રેન નીચે ઝંપલાવતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ. જોકે સમગ્ર બનાવની જાણ થતા રેલ્વે પોલીસ થતા પોલીસે સ્થળ પર જઇ વધુ તપાસ હાથ ધરી છે. ઇકબાલગઢ ફાટક પાસે આ ઘટના બની હોવાની વાત વાયુવેગે લોકોને ખબર પડતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.