આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

પાલનપુર નજીક અમીરગઢ તાલુકાના વિરમપુર ગામમાં જાહેર જનતાને અવર જવર કરવાના જાહેર રસ્તા ઉપર કરાયેલા દબાણો દુર કરાતાં દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગઇ હતી.

વિરમપુર ગામમાં છેલ્લા કેટલાક સમયથી દબાણદારોનો રાફડો ફાટ્યો હોવાનું સામે આવતા આ કાર્યવાહી કરાઇ હતી. વિરમપુર ગામ એ આસપાસના ૪૦ થી ૫૦ જેટલા ગામડાઓનુ મુખ્ય મથક હોવાથી સવારથી સાંજ સુધી આસપાસ ગામડાઓમાંથી લોકોની મોટી સંખ્યામાં અવર જવર રહેતી હોવાથી આ દબાણોના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

આ સિવાય વિરમપુર બજારમાં પ્રવેશવાના માર્ગો ઉપર આવેલી દુકાનચાલકો દ્રારા જાહેર માર્ગો ઉપર બેફામ દબાણ કરી બેઠા હોવાની રજુઆતો સ્થાનિકોએ પંચાયતને કરતા પંચાયતના સરપંચ તેમજ તલાટી કિરણ વડગામા દ્રારા પંચાયતની ટીમ સાથે જાહેર રસ્તાને નડતર રૂપ કરાયેલા દબાણો દુર કરાવતા લોકો માટે રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે અન્ય દબાણદારોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

24 Oct 2020, 5:47 AM (GMT)

COVID-19 Global Stats

42,490,365 Total Cases
1,149,237 Death Cases
31,427,661 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code