સપાટો@અમીરગઢ: હાઇવે પરથી દારૂ ભરેલી કાર સાથે 2 ઇસમ ઝબ્બે, 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, અમીરગઢ અમીરગઢ પંથકમાંથી બનાસકાંઠા LCBની ટીમે વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઇસમને ઝડપી પાડ્યા છે. આજે વહેલી સવારે LCBની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હતી. જ્યાં અમીરગઢ તરફથી વિદેશી દારૂ ભરીને આવતી કારને રોકી તેમાં તલાશી લેતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી LCBએ વિદેશી દારૂ
 
સપાટો@અમીરગઢ: હાઇવે પરથી દારૂ ભરેલી કાર સાથે 2 ઇસમ ઝબ્બે, 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, અમીરગઢ

અમીરગઢ પંથકમાંથી બનાસકાંઠા LCBની ટીમે વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઇસમને ઝડપી પાડ્યા છે. આજે વહેલી સવારે LCBની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હતી. જ્યાં અમીરગઢ તરફથી વિદેશી દારૂ ભરીને આવતી કારને રોકી તેમાં તલાશી લેતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી LCBએ વિદેશી દારૂ સહિત કુલ 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે 2 ઇસમોને ઝડપી પાડી તેમની વિરૂધ્ધ અમીરગઢ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં પ્રોહીબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI હાર્દિકસિંહ પરમાર અને PSI આર.જી.દેસાઇના માર્ગદર્શન હેઠળ HC યશવંતસિંહ, રાજેશકુમાર, PC દિલીપસિંહ અને ગજેન્દ્રદાન સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન દીલીપસિંહને બાતમી મળી હતી કે, અમીરગઢ તરફથી ઇનોવા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને પાલનપુર તરફ જનાર છે. જે બાતમી હકીકત આધારે નવા ભડથ હાઇવે રોડ પાસે ગાડી પકડી પાડી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

સપાટો@અમીરગઢ: હાઇવે પરથી દારૂ ભરેલી કાર સાથે 2 ઇસમ ઝબ્બે, 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-900, કિ.રૂ.95,376, મોબાઈલ નંગ-2, કી.રૂ.5500, ઇનોવા ગાડી કી.રૂ 3,50,000 મળી કુલ કિ.રૂ.3,50,876નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જોધારામ જાટઅને હરિસિંગ જાટને પકડી પાડેલ તેમજ માલ ભરાવનાર રોહિત મીણા રહે.સીકર રાજસ્થાનવાળાઓ વિરૂદ્ધમાં પ્રોહીબીશન એક્ટ 65(A)(E), 116-B, 81, 98(2), 99 મુજબ અમીરગઢ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો