કાર્યવાહી@અમીરગઢ: કારમાંથી ડ્રાઇવર શીટ નીચે સંતાડેલ અફીણ સહિત 5.17 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, અમીરગઢ અમીરગઢ બોર્ડર પરથી પોલીસની ટીમે રાજસ્થાનથી આવતી કારમાંથી અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ રાજસ્થાની તરફથી આવતાં વાહનોની ચેકિંગ કરી રહી હતી. આ દરમ્યાન એક સિલ્વર કલરની કાર આવતાં તેને રોકી ડ્રાઇવર શીટની નીચેથી એલ લાલ કલરની કપડાની થેલીમાંથી માદક પદાર્થ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ
 
કાર્યવાહી@અમીરગઢ: કારમાંથી ડ્રાઇવર શીટ નીચે સંતાડેલ અફીણ સહિત 5.17 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, અમીરગઢ

અમીરગઢ બોર્ડર પરથી પોલીસની ટીમે રાજસ્થાનથી આવતી કારમાંથી અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ રાજસ્થાની તરફથી આવતાં વાહનોની ચેકિંગ કરી રહી હતી. આ દરમ્યાન એક સિલ્વર કલરની કાર આવતાં તેને રોકી ડ્રાઇવર શીટની નીચેથી એલ લાલ કલરની કપડાની થેલીમાંથી માદક પદાર્થ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે એક ઇસમને ઝડપી પાડી તેના વિરૂધ્ધ અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં NDPS લગત કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને અમીરગઢ PSI એચ.એન.પટેલની ટીમ અમીરગઢ ચેકપોસ્ટ પર પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી એક સિલ્વર કલરની કારને રોકી ચાલક દોલારામ છોગારામ ચૌધરીની પુછપરછ કરી હતી. જે બાદમાં ચાલકની શીટ નીચે પડેલ લાલ કલરની થેલીમાંથી માદક પદાર્થ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે કુલ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતાં ચકચાર મચી ગઇ છે.

કાર્યવાહી@અમીરગઢ: કારમાંથી ડ્રાઇવર શીટ નીચે સંતાડેલ અફીણ સહિત 5.17 લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમીરગઢ પોલીસની ટીમે ચેકપોસ્ટ પર વાહનચેકિંગ દરમ્યાન અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમે કારમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ અફીણ રસ 60 ગ્રામ જેની કિ.રૂ.6000નો પકડ્યો છે. આ સાથે મોબાઇલ ફોન કિ.રૂ.10,000, રોકડ રકમ રૂ.1,700 અને કારની કિ.રૂ.5,00,000 મળી કુલ કિ.રૂ.5,17,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તરફ ઝડપાયેલા ઇસમ વિરૂધ્ધ અમીરગઢ પોલીસ મથકે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(C), 17(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.