અમીરગઢ: વહેલી સવારે રિંછ અને ખેડૂત મળી ગયા, હુમલો કરતાં ઘાયલ

અટલ સમાચાર, ડીસા બનાસકાંઠા જિલ્લાની જેસોર વન્ય રેન્જમાં રિંછના હુમલાની ઘટના સામે આવી છે. અમીરગઢ તાલુકાના ડેરી ગામે વહેલી સવારે ખેતરમાં રિંછ અને ખેડૂત મળી ગયા હતા. કુદરતી હાજતે ગયેલા ખેડૂત ઉપર રિંછે હુમલો કરી દીધો હતો. હાથે અને પગે ઈજાઓ પહોંચી હોઇ ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વન આલમમાં દોડધામ
 
અમીરગઢ: વહેલી સવારે રિંછ અને ખેડૂત મળી ગયા, હુમલો કરતાં ઘાયલ

અટલ સમાચાર, ડીસા

બનાસકાંઠા જિલ્લાની જેસોર વન્ય રેન્જમાં રિંછના હુમલાની ઘટના સામે આવી છે. અમીરગઢ તાલુકાના ડેરી ગામે વહેલી સવારે ખેતરમાં રિંછ અને ખેડૂત મળી ગયા હતા. કુદરતી હાજતે ગયેલા ખેડૂત ઉપર રિંછે હુમલો કરી દીધો હતો. હાથે અને પગે ઈજાઓ પહોંચી હોઇ ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વન આલમમાં દોડધામ મચી ગઇ છે.

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક ડેરી ગામના રઘાભાઇ ભીલ રવિવારે વહેલી સવારે 4 વાગ્યે ખેતરે ગયા હતા. કુદરતી હાજતે ગયા દરમિયાન ખેતરના ઝાડ ઉપર રિંછ પણ હતું. વનવિભાગના અધિકારી જીગર મોદીએ જણાવ્યું હતું કે, રિંછ મધ ખાવા ગયું હતું. આ દરમિયાન ખેડૂત ઉપર કોઈ કારણસર હુમલો કર્યો હતો.

ખેડૂતને હાથે પગે ઈજા પહોંચી હોવાથી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ડેરી ગામ નજીક રક્ષિત જંગલ વિસ્તાર હોવાથી રિંછની અવરજવર રહે છે. આથી વનવિભાગ દ્વારા સ્થાનિક રહીશો માટે જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. જોકે તેમછતાં રિંછના હુમલા અટકતા નથી.