બ્રેકીંગઃ અમિત શાહ ભારતના ગૃહમંત્રી, રાજનાથસિંહ રક્ષામંત્રી, અટકળોનો અંત

અટલ સમાચાર, ડેસ્ક નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્ણ બહુમતીની સાથે કેન્દ્રમાં પાછા ફરેલા ભાજપે ગુરૂવારના રોજ પોતાની બીજી ઇનિંગ્સ શરૂ કરી દીધી. આજે સાંજે કેબિનેટની પહેલી બેઠક મળી રહી છે. તેમાં પીએમ મોદીના મંત્રીમંડળમાં તમામને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. મોદી મંત્રીમંડળમાં મંત્રાલયોની વહેંચણી થઇ ગઇ છે. અમિત શાહને ગૃહ મંત્રાલય અને એસ. જયશંકરને વિદેશ મંત્રાલયની
 
બ્રેકીંગઃ અમિત શાહ ભારતના ગૃહમંત્રી, રાજનાથસિંહ રક્ષામંત્રી, અટકળોનો અંત

અટલ સમાચાર, ડેસ્ક

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્ણ બહુમતીની સાથે કેન્દ્રમાં પાછા ફરેલા ભાજપે ગુરૂવારના રોજ પોતાની બીજી ઇનિંગ્સ શરૂ કરી દીધી. આજે સાંજે કેબિનેટની પહેલી બેઠક મળી રહી છે. તેમાં પીએમ મોદીના મંત્રીમંડળમાં તમામને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી.

મોદી મંત્રીમંડળમાં મંત્રાલયોની વહેંચણી થઇ ગઇ છે. અમિત શાહને ગૃહ મંત્રાલય અને એસ. જયશંકરને વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તેના સિવાય રાજનાથ સિંહને સંરક્ષણ, નિર્મલા સીતારમણને નાંણા, નીતિન ગડકરીને પરિવહન, નરેન્દ્ર તોમરને કૃષિ અને પંચાયતી રાજ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

બ્રેકીંગઃ અમિત શાહ ભારતના ગૃહમંત્રી, રાજનાથસિંહ રક્ષામંત્રી, અટકળોનો અંત

ગુરુવારે પીએમ મોદી સાથે 57 મંત્રીઓએ શપથવિધી ચાલી રહી છે. મંત્રી મંડળમાં આ વખતે 22 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

બ્રેકીંગઃ અમિત શાહ ભારતના ગૃહમંત્રી, રાજનાથસિંહ રક્ષામંત્રી, અટકળોનો અંત

 

આ 22 લોકોમાં અમિત શાહને કયું ખાતુ મળશે તેની ભારે ચર્ચાઓ જાગી હતી. પણ હવે તેઓ ભારતના ગૃહમંત્રીનું પદ સોંપાયું છે.

બ્રેકીંગઃ અમિત શાહ ભારતના ગૃહમંત્રી, રાજનાથસિંહ રક્ષામંત્રી, અટકળોનો અંત

જ્યારે ગૃહમંત્રી રહી ચુકેલા રાજનાથસિંહને રક્ષામંત્રાલયનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. તો આ તરફ નાણા મંત્રાલય નિર્મલા સિતારામનને સોંપાયું છે.

બ્રેકીંગઃ અમિત શાહ ભારતના ગૃહમંત્રી, રાજનાથસિંહ રક્ષામંત્રી, અટકળોનો અંત

આમ કેટલાય દિવસોથી ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો છે.

બ્રેકીંગઃ અમિત શાહ ભારતના ગૃહમંત્રી, રાજનાથસિંહ રક્ષામંત્રી, અટકળોનો અંત

પિયુષ ગોયલ રેલવે મંત્રી, સ્મૃતિ ઈરાનીને મહિલા બાળ કલ્યાણ અને ટેક્સટાઈલ વિભાગ, ગડકરીને પરિવહન ખાતુ, એસ. જયશંકર વિદેશ મંત્રી પદે કાર્યભાર સંભાળશે.

મોદી સરકારના મંત્રીઓને કરાયેલ ખાતાની ફાળવણી આ પ્રમાણે સૂત્રો પાસેથી મળી છે

  • અમિત શાહને ગૃહમંત્રાલય સોંપાયું
  • રાજનાથસિંહને રક્ષામંત્રી બનાવાયા
  • નિર્મલા સિતારમને નાણાં મંત્રાલય સોંપાયું
  • એસ. જયશંકરને વિદેશ મંત્રાલય
  • નીતિન ગડકરીને રોડ ટ્રાન્સ્પોર્ટ અને MSME
  • સદાનંદ ગૌડાને કેમિકલ અને ફર્ટીલાઈઝર વિભાગ
  • રામવિલાસ પાસવાનને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ
  • નરેન્દ્રસિંહને કૃષિ, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ
  • રવિશંકર પ્રસાદને ઈલેક્ટ્રોનિક્સ અને IT, કાયદો અને ન્યાય
  • હરસિમરત કૌર બાદલને ખાદ્ય ઉત્પાદન (ફૂડ પ્રોસેસિંગ ઈન્ડ્રસ્ટીઝ )
  • થાવરચંદ ગેહલોત પાસે સામાજિક ન્યાય અને આધિકારીતા
  • રમેશ પોખરિયાને માનવ સંશાધન મંત્રાલય સોંપાયું
  • અર્જૂન મુંડાને આદિવાસી વિભાગ સોંપાયું
  • સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળવિકાસ, ટેક્ષટાઈલ મંત્રાલય

ગુજરાતના મંત્રીઓ

સૌથી મોટી બાબત એ છે કે, ભારતના વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી બીજીવાર પદ સંભાળી રહ્યા છે. તો અમિત શાહને ગૃહ મંત્રાલાય મળ્યું છે. જ્યારે પુરુષોત્તમ રૂપાલા કૃષિ મંત્રી, રાજ્યકક્ષા મંત્રી બનાવ્યા છે. અને ગુજરાતના મનસુખ માંડવીયાને પણ મંત્રી મંડળમાં સમાવાયા છે. આમ ગુજરાતીઓનું વર્ચસ્વ મોદી સરકારમાં વધ્યું છે.