આણંદઃ પિતાએ PUBG રમવાની ના પાડતાં, 16 વર્ષના કિશોરે આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક PUBG ગેમ રમવા બાબતે આણંદના ઉમરેઠ તાલુકાના સુરેલી ગામે એક કિશોરે આપઘાત કરીને જિંદગી ટૂંકાવી લીધી છે. હાલમાં ઑનલાઇન એજ્યુકેશનના કારણે બાળકોને સ્માર્ટફોન આપવા ફરજિયાત છે ત્યારે વાલીઓએ આ પાસાનો વિચાર ખાસ કરવા જેવો છે. PUBG ગેમની આદત હવે જોખમી બનતી જાય છે. 16 વર્ષીય કિશોરેને પિતાએ ગેમ રમવાની ના પાડતા 16
 
આણંદઃ પિતાએ PUBG રમવાની ના પાડતાં, 16 વર્ષના કિશોરે આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

PUBG ગેમ રમવા બાબતે આણંદના ઉમરેઠ તાલુકાના સુરેલી ગામે એક કિશોરે આપઘાત કરીને જિંદગી ટૂંકાવી લીધી છે. હાલમાં ઑનલાઇન એજ્યુકેશનના કારણે બાળકોને સ્માર્ટફોન આપવા ફરજિયાત છે ત્યારે વાલીઓએ આ પાસાનો વિચાર ખાસ કરવા જેવો છે. PUBG ગેમની આદત હવે જોખમી બનતી જાય છે. 16 વર્ષીય કિશોરેને પિતાએ ગેમ રમવાની ના પાડતા 16 વર્ષના કિશોર ડાંગરમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી અને જિંદગી ટૂંકાવી હતી. આ ગેમના કારણે રાજ્યમાં અને દેશમાં અનેક બાળકોએ પોતાની જિંદગી ટૂંકાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના સંકટને લઇ હાલ તમામ શાળા કોલેજો બંધ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ સાથે બાળકોને ઓનલાઇન અભ્યાસમાં ભણવાની સાથે તેમને ગેમ રમવાની પણ એક કૂટેવ પડી ગઇ છે આ સાથે વાલીઓ પણ ફોન લેવા માટે મબૂર બનતા જણાય છે. આ મામલે આણંદના ઉમરેઠ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, આ કિસ્સો એ તમામ વાલીઓ માટે ચેતવણીરૂપ છે, જેમના સંતાનો ચોવીસ કલાક ગેમમાં રચ્યા પચ્યા રહે છે.

મનોચિકિત્સકો કહે છે કે તમારા સંતાનોને જરૂરિયાત હોય તો પણ નાની ઉંમરે સ્માર્ટફોનનું વળગણ ન લગાડવું જોઈએ. ઓનલાઇન એજ્યુકેશન માટે પણ વાલીઓે પોતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા આપવો જોઈએ. હાલમાં શાળાઓ બંધ હોવાના લીધે જ્યારે તમામ બાળકો સ્માર્ટફોનની નજીક છે ત્યારે આ કિસ્સો અન્ય વાલીઓ માટે ચેતવણી સમાન છે.