આનંદ@અમદાવાદઃ AMTSના બસસ્ટેન્ડ સ્માર્ટ બનશે, ફ્રી WiFi અપાશે

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના જુદા જુદા રોડ પર બેઠક સાથેના સ્માર્ટ બસસ્ટોપ પોલ બનાવાશે. આ સ્માર્ટ બસસ્ટોપ પોલ સોલર પેનલથી ચાલશે અને તેમાં પેસેન્જરને વાઇફાઇ અને ચાર્જિંગ પોઇન્ટ સુવિધા અપાશે. એએમટીએસના તમામ મુખ્ય ટર્મિનસ પર પ્રદૂષણની માત્રા તથા વીજ બિલમાં ઘટાડો કરવા સોલર પેનલથી લાઇટિંગની વ્યવસ્થા ઊભી કરાશે. આ ઉપરાંત લાલદરવાજા, કાલુપુર, વાડજ, નવા વાડજ
 
આનંદ@અમદાવાદઃ AMTSના બસસ્ટેન્ડ સ્માર્ટ બનશે, ફ્રી WiFi અપાશે

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના જુદા જુદા રોડ પર બેઠક સાથેના સ્માર્ટ બસસ્ટોપ પોલ બનાવાશે. આ સ્માર્ટ બસસ્ટોપ પોલ સોલર પેનલથી ચાલશે અને તેમાં પેસેન્જરને વાઇફાઇ અને ચાર્જિંગ પોઇન્ટ સુવિધા અપાશે. એએમટીએસના તમામ મુખ્ય ટર્મિનસ પર પ્રદૂષણની માત્રા તથા વીજ બિલમાં ઘટાડો કરવા સોલર પેનલથી લાઇટિંગની વ્યવસ્થા ઊભી કરાશે. આ ઉપરાંત લાલદરવાજા, કાલુપુર, વાડજ, નવા વાડજ જેવા પેસેન્જરની અવરજવરથી ધમધમતા મુખ્ય ટર્મિનસ પીપીપી મોડલથી પે એન્ડ યુઝ ટોઇલેટની સગવડ અપાશે.

તાજેતરમાં મ્યુ‌નસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા રૂ.૮૯૦૭.૩ર કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરાયું હતું જેમાં તેમણે તંત્રની ગ્રાંટની કાખઘોડીના સહારે ચાલતી એએમટીએસ સંસ્થાને ચાલુ વર્ષે રૂ.૩૪૦ કરોડ અને આગામી વર્ષે રૂ.૩પપ કરોડ ગ્રાંટ પેટે ફાળવવાની જાહેરાત કરી હતી. માંદલી એએમટીએસ સંસ્થાને લોકોમાં પ્રિય કરવા માટે કમિશનરના ડ્રાફટ બજેટમાં વિવિધ આકર્ષક જાહેરાત કરાઇ છે. જેમાં એએમટીએસ પેસેન્જર માટે સ્માર્ટ બસસ્ટોપ પોલનો સમાવેશ થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નાગરિકો એએમટીએસના અલગ અલગ ડેપો પર સવારે ૯ થી રાતના ૯ સુધી પે એન્ડ પાર્કના ધોરણે સામાન્ય દરે વાહનનું પાર્કિંગ કરી શકશે. તેમજ પહેલા તબક્કા હેઠળ એએમટીએસના એક ટર્મિનસ પર સ્માર્ટ ટોઇલેટની સુવિધા ઊભી કરાશે. ત્યાર બાદ તબક્કાવાર અન્ય ટર્મિનસને આવરી લેવાશે. એએમટીએસના ટર્મિનસ ખાતે ર૪ કલાક સફાઇ રહે તેવી પણ વ્યવસ્થા કરાશે. જનમિત્ર કાર્ડનો ઉપયોગ કરનાર પેસેન્જરને મુખ્ય ટર્મિનસ ખાતે વાઇફાઇની સુવિધા પૂરી પડાશે.