આનંદ@અમદાવાદઃ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ માર્ચ 2020માં ઉદ્દઘાટન કરવામાં આવશે

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ પાસે બનેલા નવા મોટેરા સ્ટેડિયમનું માર્ચમાં ઉદ્દઘાટન કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આ ડ્રીમ પ્રોજેક્ટ એવું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ માર્ચ 2020માં બનીને તૈયાર થઈ જશે. ત્યારે તેના ઉદ્દઘાટનમાં પીએમ મોદી અને અમિત શાહ પણ હાજર રહેશે. તેમજ માર્ચમાં આ ગ્રાઉન્ડ પર મેચ રમાશે તેવો BCCIએ નિર્ણય
 
આનંદ@અમદાવાદઃ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ માર્ચ 2020માં ઉદ્દઘાટન કરવામાં આવશે

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ પાસે બનેલા નવા મોટેરા સ્ટેડિયમનું માર્ચમાં ઉદ્દઘાટન કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આ ડ્રીમ પ્રોજેક્ટ એવું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ માર્ચ 2020માં બનીને તૈયાર થઈ જશે. ત્યારે તેના ઉદ્દઘાટનમાં પીએમ મોદી અને અમિત શાહ પણ હાજર રહેશે. તેમજ માર્ચમાં આ ગ્રાઉન્ડ પર મેચ રમાશે તેવો BCCIએ નિર્ણય કર્યો છે. BCCIએ ICC પાસેથી આ ગ્રાઉન્ડ પર મેચ રમવા માટે મંજૂરી માંગી છે. ત્યારે નવનિર્મિત આ ગ્રાઉન્ડ પર એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે મેચ રમાશે. તમને જણાવી દઈએ કે, ભારતમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવું એ પીએમ મોદીનું સપનુ હતું, જે આખરે સાકાર થયું છે.

અત્યારે નિર્માણાધિન એવા આ મોટેરાના સ્ટેડિયમમાં 1.10 લાખ લોકોના બેસવાની ક્ષમતા છે. અંદાજિત રૂ.700 કરોડના ખર્ચે નિર્માણાધિન આ સ્ટેડિયમ 63 એકર જેટલા વિસ્તારમાં બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અત્યંત ટૂંકા ગાળા 5 વર્ષમાં નિર્માણ કરનારી લાર્સન એન્ટ ટુબ્રો દ્વારા આ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમિત શાહનો આ ડ્રિમ પ્રોજેક્ટ હતો.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

હાલમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ છે. જેમાં 90,000 દર્શકોને બેસવાની ક્ષમતા છે. પરંતુ જ્યારે મોટેરા સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે તો તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની જશે. તેમાં કુલ 1 લાખ 10 હજાર લોકોને બેસવાની ક્ષમતા છે. આ પહેલા જે જૂનુ મોટેરા સ્ટેડિયમ હતું તેમાં આશરે 54 હજાર દર્શકો બેસી શકે તેવી વ્યવસ્થા હતા. માર્ચ 2017માં L&T કંપની દ્વારા આ સ્ટેડિયમને બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી.

નવા સ્ટેડિયમની વિશેષતાઓ

1. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સ્વપ્નદૃષ્ટા એવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સમગ્ર પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે.
2. તેના બાંધકામનો કોન્ટ્રાક્ટ દેશની પ્રખ્યાત નિર્માણ કંપની લાર્સન એન્ડ ટૂર્બોને આપવામાં આવ્યો છે.
3. વિશ્વના સૌથી મોટા મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમને ડિઝાન બનાવનારી આર્કિટેક્ટ ફર્મ પોપ્યુલસ દ્વારા ગુજરાતના આ નવા સ્ટેડિયમની ડિઝાઈન બનાવામાં આવી છે.
4. નવું મોટેરા સ્ટેડિયમ 63 એકર વિસ્તારમાં બની રહ્યું છે અને તેમાં 1.10 લાખ લોકોના બેસવાની ક્ષમતા હશે. વર્તમાનમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મેલબોર્નનું છે, જ્યાં 90,000 દર્શકો બેસી શકે છે. ભારતમાં વર્તમાનમાં સૌથી મોટું સ્ટેડિયમ કોલકાતાનું ઈડન ગાર્ડન છે, જેમાં 66,000 દર્શકોનું ક્ષમતા છે.
5. નવા સ્ટેડિયમના નિર્માણનો અંદાજિત ખર્ચ રૂ.700 કરોડ છે.
6. આ સ્ટેડિયમમાં 4 ડ્રેસિંગ રૂમ, 55 રૂમ સાથેનું એક ક્લબ હાઉસ, 76 કોર્પોરેટ બોક્સ અને એક ઓલિમ્પિક સાઈઝનું વિશાળકાય સ્વિમિંગ પુલ પણ હશે.
7. સ્ટેડિયમના અંદર જ એક ઈન્ડોર ક્રિકેટ એકેડમી પણ કાર્યરત કરવામાં આવશે.
8. આ સ્ટેડિયમનું પાર્કિંગ પણ એટલું જ વિશાળ બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમના પાર્કિંગમાં 3000 ફોર વ્હિલ કાર અને 10,000 ટૂ-વ્હીલ પાર્ક કરી શકાશે. સાથે જ સમગ્ર સ્ટેડિયમમાં દર્શકો સરળતાથી હરી-ફરી શકે એવી ચાલવાની જગ્યા પણ હશે. સમગ્ર સ્ટેડીયમમાં ક્યાય પીલ્લર નહીં જોવા મળે
9. આ સ્ટેડિયમમાં એકપણ પીલર હશે નહીં, સ્ટેડિયમના કોઈપણ ખુણામાં બેસીને મેચનો આનંદ માણી શકાશે.
10. BOSSની મ્યૂઝિક સિસ્ટમ સાથે સમગ્ર સ્ટેડિયમને સજ્જ કરવામાં આવશે.
11. સમગ્ર મેદાનમાં LED લાઈટ પણ લગાવવામાં આવશે
12. તમામ સુવિધાઓથી સજ્જ 4 ડ્રેસિંગ રૂમ
13. ગ્રાઉન્ડમાં પ્રવેશ કરવા માટે 3 પ્રવેશદ્વાર બનાવવામાં આવશે.