આનંદ@ખેડૂતઃ મહેસાણામાં ખાતરનો જથ્થો આવતાં વિતરણની કામગીરી શરૂ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં એકબાજુ યુરિયા ખાતરને લઇને રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. આ મામલે કોંગ્રેસ-ભાજપ એકબીજા પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. ત્યારે મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યાં છે. મહેસાણામાં 3179 મેટ્રિક ટન ખાતરનો જથ્થો આવ્યો હોવાથી મહેસાણા નાયબ ખેતી નિયામક દ્વારા ખાતરની ફાળવણી શરૂ કરાઇ છે. આજથી સંબધિત જિલ્લામાં
 
આનંદ@ખેડૂતઃ મહેસાણામાં ખાતરનો જથ્થો આવતાં વિતરણની કામગીરી શરૂ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં એકબાજુ યુરિયા ખાતરને લઇને રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. આ મામલે કોંગ્રેસ-ભાજપ એકબીજા પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. ત્યારે મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યાં છે. મહેસાણામાં 3179 મેટ્રિક ટન ખાતરનો જથ્થો આવ્યો હોવાથી મહેસાણા નાયબ ખેતી નિયામક દ્વારા ખાતરની ફાળવણી શરૂ કરાઇ છે. આજથી સંબધિત જિલ્લામાં વિતરણની કામગીરી શરૂ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ મહેસાણાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં ખેડૂતોને હવે રવી પાક માટે પુરતા પ્રમાણમાં યુરીયા ખાતરનો જથ્થો મળી રહેશે. મહેસાણામાં 3 હજાર 179 મેટ્રિક ટન ખાતરનો જથ્થો આવ્યો છે. મહેસાણામાં આવેલ ખાતરનો જથ્થાના કારણે મહેસાણા, પાટણ, અરવલ્લી સહીતના ખેડુતો માટે સારા સમાચાર છે. મહેસાણા નાયબ ખેતી નિયામક દ્વારા ખાતરની ફાળણી શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા ખાતે 3 હજાર 179 મેટ્રિક ટનનો જથ્થો ઇફકો કંપની દ્વારા વેગન ભરીને મોકલવામાં આવ્યો છે. મહેસાણા ખાતે આજથી સંબંધિત જિલ્લામાં વિતરણની કામગીરી શરૂ કરવામાં આવશે. મહેસાણામાં 900, પાટણ 300, બનાસકાંઠા 600 મેટ્રીક ટન ખાતર મોકલવામાં આવશે, સાબરકાંઢા 600, અરવલ્લીમાં 500, ગાંધીનગરમાં 200 મેટ્રિક ટન ખાતર મોકલાશે.