આનંદ@ખેડબ્રહ્માઃ દેવ દિવાળીએ ભૃગુઋષિના નદી કીનારે ભવ્યમેળો ભરાયો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મામાં ત્રિવેણી સંગમના કિનારે બિરાજમાન અને ઇડર સ્ટેટના પાંચ રત્નો પૈકી એક ભૃગુરૂષિ મહાદેવ મંદિરે દેવ દિવાળીના દિવસે ભવ્ય મેળો ભરાયો છે. જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અને ભીમાક્ષી નદીમાં માત્ર કારતક સુદ પૂનમના દિવસે પ્રગટતી ગંગાની ધારામાં સ્નાન કરી અને ભૃગુરૂષિ મહાદેવ તથા પ્રસ્થાપિત ધ્વદશ જ્યોર્તિલિંગના દર્શન કરી
 
આનંદ@ખેડબ્રહ્માઃ દેવ દિવાળીએ ભૃગુઋષિના નદી કીનારે ભવ્યમેળો ભરાયો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મામાં ત્રિવેણી સંગમના કિનારે બિરાજમાન અને ઇડર સ્ટેટના પાંચ રત્નો પૈકી એક ભૃગુરૂષિ મહાદેવ મંદિરે દેવ દિવાળીના દિવસે ભવ્ય મેળો ભરાયો છે. જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અને ભીમાક્ષી નદીમાં માત્ર કારતક સુદ પૂનમના દિવસે પ્રગટતી ગંગાની ધારામાં સ્નાન કરી અને ભૃગુરૂષિ મહાદેવ તથા પ્રસ્થાપિત ધ્વદશ જ્યોર્તિલિંગના દર્શન કરી ધન્યતા અનુભવાય છે. ઇડર સ્ટેટના પાંચ રત્નો ગણાયા છે, જેમાં બ્રહ્માજી અને ભૃગુરૂષિ મહાદેવ ખેડબ્રહ્મામાં આવેલા છે.આનંદ@ખેડબ્રહ્માઃ દેવ દિવાળીએ ભૃગુઋષિના નદી કીનારે ભવ્યમેળો ભરાયો

શામળાજી ભગવાન તથા ભવનાથ મહાદેવ ભિલોડા તાલુકામાં બિરાજમાન છે. અને કર્ણવનાથ મહાદેવ ઇડર તાલુકાનાં લીમભોઇ ગામે બિરાજમાંન છે. દેવ દિવાળી એટલે કારતક સુદ પુનમના દિવસે ભૃગુરૂષિ મહાદેવના સાનિદ્યામાં ખેડબ્રહ્મામાં ભવ્ય મેળો ભરાય છે. આ મેળાનું પૌરાણિક તથા ઈતિહાસિક મહત્વ છે.

ખેડબ્રહ્મા શહેર ત્રણ નદીઓ હરણાવ, કોસંબી, અને ભીમાક્ષીના સંગમ સ્થાને વસેલું છે. ભીમાક્ષી નદીના કિનારે ભૃગુરૂષિ મહાદેવનું જીણોધાર પામેલું અને ધ્વદશ જ્યોર્તિલિંગ પ્રસ્થાપિત મંદિર આવેલ છે. ભૃગુરૂષિ મહાદેવ મંદિર પૌરાણિક મંદિર છે. કારતક સુદ પુનમના દિવસે આ મહાદેવના સાનિદ્યમાં મોટો મેળો ભારાયો છે. એક માન્યતા મુજબ ભૃગુરૂષિના પ્રયત્નથી ભીમાક્ષી નદીમાં વહેલી સવારે ગંગા નદીની ધારા પ્રગટ થતી હોય છે. તેથી વહેલી સવારે શ્રદ્ધાળુઑ નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.