આણંદ: 3.5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં બળાત્કાર અને તેની ઘટનાઓના કારણે નરાધમો પર તપાસ અને ફાંસીની પ્રક્રિયા થવી જોઈએ તેવા સૂર ઉઠ્યા છે તેવામાં આજે આણંદની ન્યાયાલયે એક દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. આ ઘટના વર્ષ 2017ની હતી જેમાં 3 વર્ષે એક માસૂમને પીંખી નાખનારા નરાધમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. 3 વર્ષ
 
આણંદ: 3.5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં બળાત્કાર અને તેની ઘટનાઓના કારણે નરાધમો પર તપાસ અને ફાંસીની પ્રક્રિયા થવી જોઈએ તેવા સૂર ઉઠ્યા છે તેવામાં આજે આણંદની ન્યાયાલયે એક દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. આ ઘટના વર્ષ 2017ની હતી જેમાં 3 વર્ષે એક માસૂમને પીંખી નાખનારા નરાધમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

3 વર્ષ જૂની આ ઘટનાની વિગત એવી છે કે વર્ષ 2017માં ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ભીણાવ ગામમાં એક 3.5 વર્ષની એક બાળકીના અપહરણનો ગુનો નોંધાયો હતો. જેમાં તપાસ કરતા તેની સાથે દુષ્કર્મ અને બાદમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ ચુકાદા વિશે માહિતી આપતા સરકારી વકીલ નીતા પટેલે જણાવ્યું કે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ફીણાવ ગામે આ ગુનો બન્યો હતો. જેમાં આરોપી રાજેશની ધરપકડ થઈ હતી. આજે આ ગુનામાં સ્પેશિયલ પોસ્કો કોર્ટે સજા ફરમાવી છે અને હાઇકોર્ટમાં બહાલી માટે મોકલવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ કેસમાં સજા પામનાર વ્યક્તિ રાજેશ વાઘરી પર 3.5 વર્ષની એક માસૂમ બાળકીનું અપહરણ કરી અને તેની સાથે દુષ્કર્મ ગુજારી અને હત્યા નીપજાવવાનો આરોપ હતો. નરાધમે કરેલા કૃત્ય કોર્ટમાં સાબીત થતા આજે કોર્ટે તેને સજા સંભળાવી છે. જ્યારે દેશમાં આજે ફાંસી અને બળાત્કારનો મુદ્દો ગૂંજી રહ્યો છે ત્યારે જ ગુજરાતનાં એક નાનકડાં ગામમાં 3 વર્ષ પહેલાં ઘટેલી ઘટનામાં એક ગુનેગારને સજા ફટકારવામાં આવી છે.