આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોનાકાળ વચ્ચે પાટણ જીલ્લામાં ટેક્નિકલ કારણોસર મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત માં કાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી ટેક્નિકલ કારણસોર બંધ હતી. જે બાબત પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખને ધ્યાને આવતાં આ બાબતે સબંધિત અધિકારીઓ સાથે બેઠક કરાઇ હતી. જેમાં જરૂરી કાર્યવાહી બાદ માં કાર્ડ ઈસ્યુ કરવાની કામગીરી પૂર્વવત થવા પામી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત માં કાર્ડ ઈસ્યુ કરવામાં આવે છે. જેમાં કાર્ડધારકને સરકાર માન્ય હોસ્પિટલ્સમાં રૂ.03 લાખ સુધીની કેસલેસ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પાટણ જિલ્લામાં ટેક્નિકલ કારણોસર નવા માં કાર્ડ ઈસ્યુ કરવાની કામગીરી બંધ થવા પામી હતી. જેના કારણે નવા કાર્ડ ઈસ્યુ ન થવાની સમસ્યા તરફ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિબેન મકવાણાના ધ્યાને આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જીલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ આ બાબતે આરોગ્ય વિભાગ તથા અન્ય સબંધિત વિભાગના અધિકારીઓ સાથે સંકલનમાં રહી ટેક્નિકલ ખામી દૂર કરાવી હતી. આ યોજનાના લાભાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કામગીરીનું મોનિટરીંગ પણ કરી રહ્યા છે. આ સાથે જ ચાણસ્મા તાલુકાના લણવા, હારીજ, પાટણ તાલુકાના સંડેર, રાધનપુર, સરસ્વતી તાલુકાના જંગરાલ, સિદ્ધપુર તાલુકાના કુંવારા અને બિલીયા ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત ધારપુર મેડિકલ કોલેજ તથા પાટણની જનરલ હોસ્પિટલ ખાતે નવા માં કાર્ડ ઈસ્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code