આણંદ: ત્રિશુલિયા ધાટ અકસ્માતના મૃતકોને અપાયો અગ્નિદાહ, ગામ હિબકે ચડ્યુ

અટલ સમાચાર, આણંદ નવરાત્રીના પવિત્ર તહેવારમાં માં અંબાના દર્શન કરવા માટે આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના પાંચ ગામના લોકો પ્રાઇવેટ બસ કરી આસ્થા સાથે ગયા હતા. પણ દર્શન કરી પાછા ફરતા ત્રિશુલિયા ઘાટ પાસે વરસાદને કારણે બસ પલટી ખાઇ જતા શ્રધ્ધાળુમાંથી 21ના ધટનાસ્થળે જ મોત થયા હતા અને મોટા ભાગના લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતિ
 
આણંદ: ત્રિશુલિયા ધાટ અકસ્માતના મૃતકોને અપાયો અગ્નિદાહ, ગામ હિબકે ચડ્યુ

અટલ સમાચાર, આણંદ

નવરાત્રીના પવિત્ર તહેવારમાં માં અંબાના દર્શન કરવા માટે આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના પાંચ ગામના લોકો પ્રાઇવેટ બસ કરી આસ્થા સાથે ગયા હતા. પણ દર્શન કરી પાછા ફરતા ત્રિશુલિયા ઘાટ પાસે વરસાદને કારણે બસ પલટી ખાઇ જતા શ્રધ્ધાળુમાંથી 21ના ધટનાસ્થળે જ મોત થયા હતા અને મોટા ભાગના લોકો ઘાયલ થયા હતા.

આણંદ: ત્રિશુલિયા ધાટ અકસ્માતના મૃતકોને અપાયો અગ્નિદાહ, ગામ હિબકે ચડ્યુ
Advertise

મળતી માહિતિ મુજબ આ તમામ શ્રધ્ધાળુ આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના હતા. તેમાં ખડોલ ગામના 6 લોકોના અકસ્માતમાં મોત થતા ગામવાસીઓમાં શોકનો માહોલ સજાર્યો હતો. અને ગામમાં સ્વયંભુ બંધ પાળવામાં આવ્યો હતો. તમામના મૃતદેહ જ્યારે ગામમાં આવ્યા ત્યારે પરિવારોના રુદન અટકતા ન હતા. મૃતકોના સ્મશાનયાત્રામાં આખુ ગામ હિબકે ચડ્યુ હતુ.

આણંદ: ત્રિશુલિયા ધાટ અકસ્માતના મૃતકોને અપાયો અગ્નિદાહ, ગામ હિબકે ચડ્યુ

મંગળવારે વહેલી સવારથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહોને આણંદ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મંગળવારે આંકલાવ તાલુકાના ખડોલના 6 મૃતદેહો, બોરસદ તાલુકાના પામોલના બે, દાવોલના બે અને કસુંબાડના એક મૃતદેહને ગામોમાં લાવવામાં આવતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતકોની સ્મશાનયાત્રામાં આખુ ગામ જોડાયા હતુ અને ભારે હૈયે ગમગીની વચ્ચે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તમામ મૃતદેહોને એક સાથે અગ્નીદાહ આપવામાં આવ્યો હતો. તે સમયે હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. અકસ્માતમાં મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર દ્વારા ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

આણંદ: ત્રિશુલિયા ધાટ અકસ્માતના મૃતકોને અપાયો અગ્નિદાહ, ગામ હિબકે ચડ્યુ