આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠામાં પાંચ વર્ષના બાળકે કોરોના વાયરસને હરાવ્યો હોવાનું સામે આવ્યુ છે. ગત દિવસોએ સુરતથી તેના દાદા સાથે વાવ આવેલા બાળકને કોરોના પોઝિટીવ આવતા તેને સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો. બાદમાં બાળકના વધુ ત્રણ ટેસ્ટ કરવામાં આવ્યા જે નેગેટિવ આવ્યા છે. જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને ડોક્ટરોએ પણ તાળીઓના ગડગડાટથી બાળકને રજા આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના મીઠી વીચારણ ગામના બાળકનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ગત દિવસોએ પોતાના દાદા સાથે સુરતથી આવેલા બાળક કોરોના સંક્રમિત થયો હતો. જેથી તેને પાલનપુર સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર બાદ તેનો રીપોર્ટ નેગેટીવ આવતા તાળીઓના ગડગડાટ વચ્ચે તેને પાલનપુરના સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નોંધનિય છે કે, બાળકને ખેચની બિમારી પણ છે તેમ છતા કોરોના પર વિજય મેળવી લીધો છે અને કોરોના સામે જંગ જીતીને તેણે નવું જીવન પ્રાપ્ત કર્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code