આનંદો@ગુજરાત: સોમનાથને વડાપ્રધાનની ભેટ, મંદિરનાં 80 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સોમનાથ મંદિરની આસપાસ પ્રસાદ યોજના થકી 80 કરોડ રૂપિયાના નવીનીકરણના કામો કરવામાં આવ્યા છે. આજે થયેલા લોકાર્પણ અને ખાતમુર્હુતના કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી તેમજ સીએમ રૂપાણી અને સોમનાથ ટ્રસ્ટના તમામ સભ્યો હાજર રહ્યા હતા. જેમાં PM મોદી અને અમિત શાહે વર્ચ્યુઅલ લોકાર્પણ કરી સોમનાથને વિશેષ
 
આનંદો@ગુજરાત: સોમનાથને વડાપ્રધાનની ભેટ, મંદિરનાં 80 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોમનાથ મંદિરની આસપાસ પ્રસાદ યોજના થકી 80 કરોડ રૂપિયાના નવીનીકરણના કામો કરવામાં આવ્યા છે. આજે થયેલા લોકાર્પણ અને ખાતમુર્હુતના કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી તેમજ સીએમ રૂપાણી અને સોમનાથ ટ્રસ્ટના તમામ સભ્યો હાજર રહ્યા હતા. જેમાં PM મોદી અને અમિત શાહે વર્ચ્યુઅલ લોકાર્પણ કરી સોમનાથને વિશેષ 4 ભેટો આપી ભવ્યતામાં વધારો કર્યો હતો. ઉદ્ઘાટન સમયે પીએમ મોદીએ સોમનાથની વિકાસગાથાનું વર્ણન કર્યુ હતુ. સીએમ રૂપાણી અને અમિત શાહે સોમનાથમાં થયેલા વિકાસ કર્યો માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સોમનાથ મંદિર પાસે સમુદ્ર કિનારે ખાસ વોક વે બનાવવામાં આવ્યો છે. અહીં ચાલતા ચાલતા સોમનાથ દાદાની સાથે સમુદ્રના પણ દર્શન કરી શકાશે. દોઢ કિલોમીટર લાંબો આ વોક વે રૂપિયા 47 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો છે. તો 400 વર્ષ જૂના અહલ્યા બાઈ મંદિરનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે. સાથે જ એક ભવ્ય મ્યૂઝિયમ તૈયાર કરાયું છે. આ મ્યૂઝિયમમાં 1955ની આસપાસ સોમનાથ મંદિર પરિષરમાં થયેલા ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોને સાચવવામાં આવશે. તો 30 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા પાર્વતીજી મંદિરને પણ પ્રધાનમંત્રી ખુલ્લુ મુક્યુ હતુ. નવી સુવિધાઓ તૈયાર થતાં યાત્રિકોને ફાયદો થશે અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવશે રોજગારમાં વધારો થશે. સોમનાથની સફર વધુ યાદગાર બની રહેશે.

ગીર સોમનાથમાં ભારત સરકારની પ્રસાદમ યોજના, ગુજરાત ટૂરિઝમ, સોમનાથ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી વિવિધ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 4 પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદીએ આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે હવે જ્યારે પણ સોમનાથ જાઓ ત્યારે સહેલાણીઓને સોમનાથ સોહામણું લાગશે તે નક્કી છે.