આનંદો@સમી: સતત વરસાદને કારણે નાના રણ નજીક આવેલા વાડીલાલ ડેમ ઓવરફ્લો થયો

અટલ સમાચાર ડોટ કોમ, સમી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આ સાથે સમી અને કચ્છના નાના રણની નજીક આવેલ વાડીલાલ ડેમમાં પાણી આવતાં ડેમ ઓવરફ્લો થયો છે. વિગતો મુજબ આ વાડીલાલ ડેમમાં વર્ષે દહાડે હજારો પંખીઓ અને પશુઓ આવતાં હોય છે. જોકે હવે ડેમ ઓવરફ્લો થતાં આગામી વર્ષે પશુ-પંખી માટે આ
 
આનંદો@સમી: સતત વરસાદને કારણે નાના રણ નજીક આવેલા વાડીલાલ ડેમ ઓવરફ્લો થયો

અટલ સમાચાર ડોટ કોમ, સમી

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આ સાથે સમી અને કચ્છના નાના રણની નજીક આવેલ વાડીલાલ ડેમમાં પાણી આવતાં ડેમ ઓવરફ્લો થયો છે. વિગતો મુજબ આ વાડીલાલ ડેમમાં વર્ષે દહાડે હજારો પંખીઓ અને પશુઓ આવતાં હોય છે. જોકે હવે ડેમ ઓવરફ્લો થતાં આગામી વર્ષે પશુ-પંખી માટે આ ડેમ આશાર્વાદરૂપ બનશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સમી તાલુકાના છેવાડાના કોડધા ગામથી પાંચ કિ.મી. દુર વનવિભાગ દ્રારા વરસાદી પાણી રોકવા વાડીલાલ ડેમ બનાવવામાં આવ્યો છે. જોકે અત્યારે સતત વરસાદને કારણે ડેમ છલોછલ ભરાઇ ગયો છે. વિગતો મુજબ નાનારણમાં વનવિભાગના ફોરેસ્ટર વાડીલાલભાઇ 1995 પહેલા ત્યાં ફરજ બજાવતા હતાં. જેમણે ત્યાં વેરાન રણમાં સતત પેટ્રોલિંગ દ્રારા નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી હતી. જેથી વર્ષ 19955-96 દરમ્યાન ત્યાં તળાવ બનાવવા ખાતમુર્હત કરવામા આવતા તેમનાં નામ પરથી વાડીલાલ ડેમ નામ આપવામા આવ્યુ હતુ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રણમાં વેડફાઈ જતું વરસાદનું પાણી બચાવી પશુપક્ષી જળચર પ્રાણીઓના નિર્વાહ થાય છે. અંદાજીત એક કિ.મીના ધેરાવામાં તળાવ ખોદકામ કરી એક મિનિડેમ સમાન સરોવર બાંધવામાં આવ્યું છે. ચાલુ સાલે વરસાદના પાણી આવવાથી વાડીલાલ ડેમ છલોછલ ભરાયો છે. જોકે વાડીલાલ ડેમમાં શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓ આવીને મહેમાન બની રોકાય છે.