આનંદો@સિધ્ધપુર: હોસ્પિટલમાં 1000 LPMની ક્ષમતાવાળા 2 ઓક્સિજન પ્લાન્ટ લાગ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર સિધ્ધપુર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 1000 LPMની ક્ષમતાવાળા 2 ઓક્સિજન પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. રાજ્ય સહિત દેશભરમાં નિષ્ણાંતોના મત મુજબ કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની સંભાવના છે. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો તથા જરૂરી ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
આનંદો@સિધ્ધપુર: હોસ્પિટલમાં 1000 LPMની ક્ષમતાવાળા 2 ઓક્સિજન પ્લાન્ટ લાગ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

સિધ્ધપુર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 1000 LPMની ક્ષમતાવાળા 2 ઓક્સિજન પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. રાજ્ય સહિત દેશભરમાં નિષ્ણાંતોના મત મુજબ કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની સંભાવના છે. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો તથા જરૂરી ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિદ્ધપુરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં હવામાંથી પ્રતિ મિનિટ 500 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરી શકે તેવા 2 પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા. કોવિડ-19ના દર્દીઓની સઘન સારવાર માટે જરૂરી ઓક્સિજન વાયુના સપ્લાયને નિરંતર રાખવા દર્દીઓની સારવાર માટે 1,000 લીટર પ્રતિ મિનિટ ઓક્સિજન ઉપલબ્ધ બનશે. આ સાથે અંતરીયાળ વિસ્તારના દર્દીઓને આરોગ્યલક્ષી સેવાઓ વધુ સારી રીતે ઉપલબ્ધ બનાવી શકાય તે માટે રાધનપુર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે 250 લીટર પ્રતિ મિનિટ ઓક્સિજન ઉત્પન્ન કરી શકે તેવો પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવશે.