આક્રોશ@વડગામ: પ્રા.શાળાઓ મર્જ કરવાની ગતિવિધિ વચ્ચે ગ્રામજનો લાલઘૂમ

અટલ સમાચાર, વડગામ (જગદિશ શ્રીમાળી) વડગામ તાલુકા હેઠળની પ્રાથમિક શાળાઓમાં અપુરતી સંખ્યાને લઇ મર્જ કરવાની ગતિવિધિ સામે રોષ ફેલાયો છે. જેમાં રાજપુરની પ્રાથમિક શાળાને મર્જ કરીને બાવલચુડીમાં ભેળવી દેવાની હીલચાલ વચ્ચે ગ્રામજનો લાલઘૂમ થઈ ઉઠ્યા છે. આ દરમ્યાન સભા હોવાથી ગામલોકો મોટી સંખ્યામાં વડગામ તાલુકા પંચાયત દોડી જઇને લેખિતમાં રજૂઆત કરી હતી. વડગામ સિવાય અન્ય
 
આક્રોશ@વડગામ: પ્રા.શાળાઓ મર્જ કરવાની ગતિવિધિ વચ્ચે ગ્રામજનો લાલઘૂમ

અટલ સમાચાર, વડગામ (જગદિશ શ્રીમાળી)

વડગામ તાલુકા હેઠળની પ્રાથમિક શાળાઓમાં અપુરતી સંખ્યાને લઇ મર્જ કરવાની ગતિવિધિ સામે રોષ ફેલાયો છે. જેમાં રાજપુરની પ્રાથમિક શાળાને મર્જ કરીને બાવલચુડીમાં ભેળવી દેવાની હીલચાલ વચ્ચે ગ્રામજનો લાલઘૂમ થઈ ઉઠ્યા છે. આ દરમ્યાન સભા હોવાથી ગામલોકો મોટી સંખ્યામાં વડગામ તાલુકા પંચાયત દોડી જઇને લેખિતમાં રજૂઆત કરી હતી. વડગામ સિવાય અન્ય તાલુકાઓમાં પણ અપુરતી સંખ્યાવાળા ધોરણો અન્ય શાળામાં મર્જ થઇ શકે છે.

બનાસકાંઠા જીલ્લાની વડગામ તાલુકાની બાવલચૂડીમાં પરાવિસ્તાર તરીકે આવેલ રાજપુર પ્રાથમિક શાળામાં અતિપછાત જાતીના બાળકો મોટી સંખ્યામાં અભ્યાસ કરે છે. રાજય સરકાર દ્વારા વિવિધ ધોરણો અન્ય શાળામાં મર્જ કરવાની ગતિવિધિને પગલે રાજપુરમાં રોષ વધી ગયો છે. ગામલોકોના જણાવ્યા મુજબ શાળા ચાલુ કરાઇ ત્યારે માત્ર 35 થી 40 વિધાર્થીઓ જ ભણવા આવતા હતા. અત્યારે 94 વિદ્યાર્થીઓ ભણવા આવતા હોવા છતાં શાળાને મર્જ કરવાની હીલચાલથી ગ્રામજનોમાં ભારે રોષ પ્રગટ થઇ રહ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વડગામની રાજપુર શાળામાં 6 બાળકોની ઘટ હોવાથી શાળાને બંધ કરવાનો આધાર ન લેવા ગ્રામજનો દ્વારા આજીજી કરાઇ છે. શાળામાં મહેકમ પ્રમાણે 100 બાળકો પૂર્ણ કરવાની પણ બાંહેધરી ગ્રામજનો દ્વારા આપવામાં રહી છે. સમગ્ર મામલે છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ચર્ચાને અંતે ગામલોકો શાળા ચાલુ રખાવવા ટીડીઓ અને તાલુકા શિક્ષણાધિકારીને રજૂઆત કરવા દોડી ગયા હતા.